ફર્સ્ટ લુક / અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર ‘ચેહરે’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફિલ્મ 24 એપ્રિલે રિલીઝ થશે

First look poster of Amitabh Bachchan and emraan hashmi starer film Chehre released

Divyabhaskar.com

Nov 09, 2019, 01:17 PM IST

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ અનાઉન્સ થઇ છે. અગાઉ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થવાની હતી પણ હવે ફિલ્મ આવતા વર્ષે 24 એપ્રિલના રોજ રિલીઝ થશે. ‘ચેહરે’ ફિલ્મને ’ગોડ તુસ્સી ગ્રેટ હો’, ‘લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાશે.

સ્ટારકાસ્ટ
‘ચેહરે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી સાથે ફિમેલ લીડ રોલમાં રિયા ચક્રવર્તી અને કૃતિ ખરબંદા જોવા મળશે. આ ફિલ્મ ટિપિકલ હીરો-હિરોઈનની સ્ટોરી નથી એટલે ફિલ્મમાં કોઈ એકબીજાની ઓપોઝિટ કાસ્ટ થયા નથી. ઉપરાંત ફિલ્મમાં અનુ કપૂર, સિદ્ધાર્થ કપૂર પણ સામેલ છે.

X
First look poster of Amitabh Bachchan and emraan hashmi starer film Chehre released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી