તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ ‘83’નો જીવા અને તાહિર રાજ ભસીનનો ફર્સ્ટ લુક રિલીઝ થયો, ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ‘83’ ફિલ્મની સ્ટારકાસ્ટના ફર્સ્ટ લુક રિલીઝ થઇ રહ્યા છે. રણવીર સિંહનો કપિલ દેવ તરીકેનો લુક ઘણા સમય પહેલાં રિલીઝ થઇ ચૂક્યો હતો. હવે ફિલ્મની સ્ટારકાસ્ટ જીવા અને તાહિર રાજ ભસીનનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફિલ્મમાં તાહિર સુનિલ ગવાસ્કરના રોલમાં છે જ્યારે જીવા ફિલ્મમાં શ્રીકાંતના રોલમાં છે. રણવીર સિંહે તેમના ફર્સ્ટ લુક પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. ફિલ્મના સ્ટાર્સને ખુદ ક્રિકેટર્સ કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિંદર સિંહ સંધુએ ટ્રેનિંગ આપી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે. 

સ્ટારકાસ્ટ
કપિલ દેવ - રણવીર સિંહ
બલવિંદર સિંહ - એમી વિર્ક 
શ્રીકાંત - જીવા
સૈયદ કિરમાણી - સાહિલ ખટ્ટર
રોજર બિન્ની - નિશાંત દહિયા 
સંદીપ પાટીલ - ચિરાગ પાટીલ
સુનિલ ગાવસ્કર - તાહિર રાજ ભસીન
મોહિંદર અમરનાથ - સાકીબ સલીમ 
મદન લાલ - હાર્ડી સંધુ
સુનિલ વાલ્સન - આર બદરી
દિલિપ વેંગસરકર- આદિનાથ કોઠારે 
યશપાલ શર્મા - જતીન સરના 
રવિ શાસ્ત્રી - ધૈર્ય કારવા
ટીમનાં મેનેજર માન સિંહ - પંકજ ત્રિપાઠી


ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો