બોક્સઓફિસ / ‘બાલા’ ફિલ્મ આયુષ્માનની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, ₹ 10.15 કરોડની કમાણી કરી

first day collection of Ayushmann Khurrana starer bala film is ₹ 10.15 cr

Divyabhaskar.com

Nov 09, 2019, 12:59 PM IST

બોલિવૂડ ડેસ્ક: આયુષ્માન ખુરાના સ્ટારર ‘બાલા’ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન 10.15 કરોડ રૂપિયાનું થયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની પહેલા દિવસની કમાણી ટ્વિટર પર શેર કરી છે. ‘બાલા’ ફિલ્મ આયુષ્માન ખુરાનાની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

આયુષ્માનની આ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની પહેલા દિવસની કમાણીને પાછળ રાખી ‘બાલા’ ફિલ્મ લિસ્ટમાં ટોપ પર આવી ગઈ છે. ‘બાલા’ ફિલ્મ અગાઉ રિલીઝ થયેલ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની પહેલા દિવસની કમાણી 10.05 કરોડ રૂપિયા હતી. આયુષ્માનની ફિલ્મોમાંથી પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હવે ‘બાલા’ છે ત્યારબાદ બીજા નંબર પર ‘ડ્રીમ ગર્લ’ અને ત્રીજા સ્થાન પર 7.35 કરોડ રૂપિયાની કમાણી સાથે ‘બધાઈ હો’
ફિલ્મ છે.

‘બાલા’ ફિલ્મમાં આયુષ્માનની સાથે ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, સૌરભ શુક્લા, જાવેદ જાફરી સામેલ છે. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે.

X
first day collection of Ayushmann Khurrana starer bala film is ₹ 10.15 cr

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી