ટીવી અને ફિલ્મ એક્ટર શાહબાઝ ખાન વિરુદ્ધ મુંબઈમાં છેડતીનો કેસ ફાઈલ થયો, હાલ તપાસ ચાલી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ટીવી અને ફિલ્મ એક્ટર શાહબાઝ ખાન વિરુદ્ધ મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં છેડતીનો કેસ ફાઈલ થયો છે. ટીનેજર ગર્લ સાથે છેડછાડ કરવા બદલ ઇન્ડિયન પીનલ કોડના સેક્શન 354 (છેડછાડ) અને સેક્શન 509 હેઠળ કેસ ફાઈલ થયો છે. કેસની તપાસ હાલ ચાલી રહી છે અને એક્ટરને કસ્ટડીમાં હજુ લેવાયો નથી.

નેગેટિવ રોલ માટે ફેમસ 
શાહબાઝ ખાનનું જન્મ સમયે નામ હૈદર ખાન હતું. તે નેગેટિવ રોલ કરવા માટે ફેમસ છે. તેણે ‘મહારાણા પ્રતાપ’, ‘ચંદ્રકાંતા’, ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘ધ ગ્રેટ મરાઠા’ જેવી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. ઉપરાંત હાલ ‘ફિર લૌટ આયી નાગિન’ સીરિયલમાં તે કાસ્ટ થયેલ છે. ‘એજન્ટ વિનોદ’, ‘વીર’, ‘ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય’, ‘રાજુ ચાચા’ અને ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

અન્ય સમાચારો પણ છે...