ફિલ્મ રિવ્યૂ / બાટલા હાઉસઃ પોલીસ તથા ધર્મ આધારિત આતંક પર સામાન્ય સમજણની તપાસ

film review of john abraham film batla house
X
film review of john abraham film batla house

Divyabhaskar.com

Aug 14, 2019, 07:07 PM IST

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’ સત્ય ઘટના પર આધારિત છે. લેખક રિતેશ શાહ તથા ડિરેક્ટર નિખીલ અડવાણીની આ ફિલ્મમાં પોલીસ તથા ધર્મના નામ પર લોકોના મનમાં જે પરસેપ્શન છે, તેના પર એક આધાર લીધો છે.

ફિલ્મ રિવ્યૂઃ બાટલા હાઉસ
રેટિંગઃ 3.5/5
સ્ટાર-કાસ્ટઃ જ્હોન અબ્રાહમ, રવિ કિશન, મૃણાલ ઠાકુર
ડિરેક્ટરઃ નિખીલ અડવાણી નિખીલ અડવાણી
પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર ભૂષણ કુમાર
સંગીતઃ રોચક કોહલી, તનિષ્ક બાગચી
જોનરઃ એક્શન થ્રિલર

કેવી છે જ્હોન અબ્રાહમની ‘બાટલા હાઉસ’?


ફિલ્મમાં એસીપી સંજય કુમાર (જ્હોન અબ્રાહમ) છે. તેની પત્ની નંદિતા (મૃણાલ ઠાકુર) ન્યૂઝ એન્કર હોય છે. ફિલ્મમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનું જે મોડ્યૂઅલ રહ્યું છે, તેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી દિલ્હીમાં પોલીસના સ્પેશિયલ સેલ પર ઈન્ટરનલ કાર્યવાહી કરવામાં આવી હતી, તેનો પણ સમાવેશ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. સંજય કુમારનું કેરેક્ટર તે સમયના દિલ્હી પોલીસના ડીસીપી સંજીવ યાદવ પર આધારિત છે. સંજય કુમારની ટીમના પોલીસ અધિકારીઓ કેકે વર્મા (રવિ કિશન), જીતેન્દ્ર કુમાર તથા અન્યની મદદથી દિલ્હી તથા અન્ય શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડને પકડવા માટે બાટલા હાઉસ પર છાપો મારે છે. ત્યાં આદિલ (ક્રાંતિ પ્રકાશ ઝા), દિલશાદ (સહીદુર રહેમાન) તથા તુફૈલ (આલોક પાંડે) છુપાયેલા હોય છે. જોકે, પરિસ્થિતિ વણસતા કેકે તથા પોલીસ ટીમને ગોળીબાર કરવો પડે છે. આ ગોળીબારમાં આદિલનું મોત થઈ જાય છે. તુફૈલ પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને દિલશાદ પોતાના હોમટાઉન ભાગવામાં સફળ થાય છે. તુફૈલ પોલીસ તપાસમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનની કરતૂતોનો સ્વીકાર કરે છે. આ દરમિયાન પોલીસ મીડિયા તથા માનવ અધિકાર સંગઠનના નિશાના પર આવી જાય છે. તમામ સવાલ કરે છે કે એન્કાઉન્ટર નકલી હતાં? ધર્મના નામ પર ત્રણ નિર્દોષ યુવકોને ગેરકાયદેસર રીતે બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફસાવવામાં આવ્યા છે. અહીંથી ધર્મના નામ પર આરોપી લાગતા લોકો તથા તેમના પર થતી કાર્યવાહીની તપાસ શરૂ થાય છે.

લેખક રિતેશ શાહે આ પહેલાં ‘પિંક’ની વાર્તા લખી હતી. ત્યારે પણ ચર્ચા થઈ હતી કે યુવતીઓની ‘ના’નો અર્થ ના જ થવો જોઈએ. તેમની નામાં ક્યારેય હા નથી. હવે, ‘બાટલા હાઉસ’માં બતાવવામાં આવ્યું છે કે આતંકને ધર્મના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે ખોટું છે. ફિલ્મના કલાકારોનું કાસ્ટિંગ, તેમનું ટેમ્પરામેન્ટ તથા ટોન ઘણો જ ડિસિપ્લિનમાં જોવા મળે છે. સંજય કુમારના રોલમાં જ્હોન અબ્રાહમના પાત્રને લાર્જર ધેન લાઈફ બનાવવામાં આવ્યું નથી. તુફૈલ બનેલા આલોક પાંડેને નિખીલ અડવાણીએ પૂરતો સ્પેસ આપ્યો છે. આદિલ અમીન બનેલાં ક્રાંતિ પ્રકાશ ઝાએ દમદાર એક્ટિંગ કરી છે. સહીદુર રહેમાને દિલશાદનું કેરેક્ટર નિષ્ઠાપૂર્વક પ્લે કર્યું છે. મૃણાલ ઠાકુર, રવિ કિશન તથા જ્હોનના સીનિયર બનેલા મનિષ ચૌધરી પાસે ખાસ કરવા જેવું નહોતું. જોકે, તેમણે તેમના પાત્રને ન્યાય આપ્યો છે.

આતંકીઓ પર હિંદી સિનેમામાં એક અલ્ટ્રા રિયાલિસ્ટક ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’ બની હતી. તો બીજી તરફ કમર્શિયલ સ્પેસમાં ‘તલવાર’ જેવી ફિલ્મ છે. ‘બાટલા હાઉસ’ પોતાના કેરેક્ટરાઈઝેશન, લોકેશન તથા ટ્રીટમેન્ટના હિસાબે આ બંને ફિલ્મ્સની વચ્ચે પોતાની જગ્યા બનાવે છે. આ ફિલ્મ હજી વધુ સારી બની શકી હોત જો વચ્ચે નોરા ફતેહીનું આઈટમ સોંગ ના હોત. આતંક ધર્મ સાથે જ જોડાયેલો ના રહેત અને તેની વધુ તપાસ કરી હોત તો પણ આ ફિલ્મ હજી વધુ સારી બનત.

તેમ છતાંય જ્હોન અબ્રાહમ, રિતેશ શાહ તથા નિખીલ અડવાણીએ સારું કામ કર્યું છે. ફિલ્મમાં સિસ્ટમની ખામીને બતાવવામાં આવી છે. ફિલ્મનું એડિટિંગ ઘણું જ સારું છે. 146 મિનિટની ફિલ્મ હોવા છતાંય ફિલ્મ લાંબી લાગતી નથી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી