વિવાદ / ફિલ્મ ફેડરેશનના વિરોધ બાદ દિલજીત દોસાંજે અમેરિકાનો શો મોકૂફ કર્યો

Film Federation writes to government asking for Diljit Dosanjh US visa cancellation
X
Film Federation writes to government asking for Diljit Dosanjh US visa cancellation

Divyabhaskar.com

Sep 11, 2019, 03:21 PM IST

મુંબઈઃ ફિલ્મ ફેડરેશનના વિરોધ બાદ દિલજીત દોસાંજે પોતાનો અમેરિકાનો શો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રેહાન સિદ્દીકી અમેરિકામાં પોતાના એક ફંક્શન દરમિયાન લોકપ્રિય પંજાબી સિંગર તથા એક્ટર દિલજીતને પર્ફોમ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેને દિલજીતે સ્વીકાર્યું હતું. આ પર્ફોર્મન્સ 21 સપ્ટેમ્બરે અમેરિકામાં થવાનું હતું. જોકે, હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોઈએ (FWICE) દિલજીત વિરુદ્ધ કડક પગલાં લીધા હતાં.

દિલજીતે કહ્યું, રાષ્ટ્રહિત માટે હંમેશાં ઊભો રહીશ
‘મને FWICE એ રિલીઝ કરેલા લેટર અંગે હાલમાં જ જાણ થઈ. હું કહેવા માગીશ કે મારો કોન્ટ્રાક્ટ માત્ર શ્રીબાલાજી એન્ટરટેઈન્મેન્ટ સાથે છે. મારી ડીલ અને એન્ગ્રીમેન્ટ માત્ર તેમની સાથે છે. ફેડરેશને જે સંસ્થાની વાત કરી તેની સાથે મારે કોઈ સંબંધ નથી. જોકે, ફેડરેશને પત્ર લખતા હાલ પૂરતી મેં હ્યુસ્ટન ટૂર સ્થગિત કરી છે. હું મારા દેશને ઘણો જ પ્રેમ કરું છું અને રાષ્ટ્રહિત માટે હંમેશાં ઊભો રહીશ.’

વીઝા કેન્સલ કરાવવા માટે પત્ર લખ્યો

FWICEએ ભારતીય વિદેશ મંત્રાલયને સિંગર દિલજીત દોસાંજના વીઝા રદ્દ કરવાની માગણી કરી હતી. FWICEએ વિદેશ મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું, ‘સિંગર તથા એક્ટર દિલજીત દોસાંજના વીઝ રદ્દ કરવામાં આવે, કારણ કે તેઓ પાકિસ્તાની નાગરિક રેહાન સિદ્દીકી દ્વારા અમેરિકામાં યોજાયેલ શોમાં પર્ફોર્મ કરવાની હા પાડી છે.’

વધુમાં FWICEએ કહ્યું હતું કે જો દિલજીત આ પ્રોગ્રામમાં પર્ફોર્મ કરે તો આ બંને દેશો (ભારત-પાકિસ્તાન) વચ્ચેની હાલની પરિસ્થિતિ માટે આ બાબત યોગ્ય રહેશે નહીં. FWICEએ ભારતીય વિદેશ મંત્રાલયને વિનંતી કરી હતી કે દિલજીતના વીઝા કેન્સલ કરવામાં આવે. આ લેટર લખીને તેઓ તેમની ફરજ નિભાવી રહ્યાં છે. તેમને આશા છે કે સરકાર આ મુદ્દે જલ્દીથી એક્શન લેશે.

3. મીકા સિંહે પર બૅન મૂકવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે આ પહેલાં મીકા સિંહ પર ભારતીય સિને વર્કર્સે બૅન મૂક્યો હતો. રેહાન સિદ્દીકીએ જ પાકિસ્તાનમાં મીકા સિંહનો પ્રોગ્રામ ઓર્ગેનાઈઝ કર્યો હતો. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મીકા સિંહે પરવેઝ મુશર્રફના સંબંધીના લગ્નમાં પર્ફોર્મ કર્યું હતું. આ ઈવેન્ટનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં મીકાની ટીકા કરવામાં આવી હતી. ત્યારબાદ AICWA (ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન)એ મીકા સિંહ પર બૅન મૂક્યો હતો. જોકે, મીકા સિંહે માફી માગી લેતા તેના પરથી બૅન હટાવી લેવામાં આવ્યો હતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી