ફર્સ્ટ લુક / ફાતિમા સના શેખનો મરાઠી મુલગી તરીકેનો ‘સુરજ પે મંગલ ભારી’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ

Fatima Sana Shaikh plays a Marathi girl in Suraj Pe Mangal Bhari
Fatima Sana Shaikh plays a Marathi girl in Suraj Pe Mangal Bhari
Fatima Sana Shaikh plays a Marathi girl in Suraj Pe Mangal Bhari

Divyabhaskar.com

Feb 14, 2020, 10:40 AM IST

બોલિવૂડ ડેસ્ક: કોમેડી ફિલ્મ ‘સુરજ પે મંગલ ભારી’નો ફાતિમા સનાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ફાતિમા પહેલીવાર મરાઠી કેરેક્ટર પ્લે કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ થઇ રહ્યું છે. ફિલ્મના રોલને ન્યાય આપવા ફાતિમાએ ખાસ તેના ડિક્શન પર ઘણું કામ કર્યું છે. તેના કોચનું કહેવું છે કે તેણે બોડી લેન્ગવેજ પર પણ ઘણું ધ્યાન આપ્યું છે. ફાતિમાએ ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, ‘યે મરાઠી મુલગી પડેગી સબ પે ભારી.’

દિલજિત દોસાંજ, મનોજ બાજપેયી અને ફાતિમા સના શેખ એકસાથે પહેલીવાર આ કોમેડી ફિલ્મમાં દેખાવાના છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શર્મા છે. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં 90ના દશકમાં સેટ છે. આ ફિલ્મને ‘ઝી સ્ટુડિયો’ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ‘સુરજ પે મંગલ ભારી’ ફિલ્મમાં વેડિંગ ડિટેક્ટિવની સ્ટોરી છે જે પ્રોસ્પેક્ટિવ દુલ્હાની તપાસ કરતો હોય છે.

X
Fatima Sana Shaikh plays a Marathi girl in Suraj Pe Mangal Bhari
Fatima Sana Shaikh plays a Marathi girl in Suraj Pe Mangal Bhari
Fatima Sana Shaikh plays a Marathi girl in Suraj Pe Mangal Bhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી