ટ્વિટર / ફેને પૂછ્યું, મન્નતનું ભાડું કેટલું, તો શાહરુખે આપ્યો દિલચસ્પ જવાબ, વર્લ્ડવાઈડ ટ્રેન્ડમાં નંબર 1 રહ્યો AskSrk હેશટેગ

Fan asked how much Mannat's fare was, Shah Rukh gave interesting answer, # 1 in world-wide trend #AskSrk

Divyabhaskar.com

Jan 22, 2020, 07:13 PM IST

બોલિવૂડ ડેસ્કઃ શાહરુખ ખાને બુધવારે બપોરે ટ્વિટર પર અચાનક ટમકો મૂક્યો કે ચાલો મારી પાસે પોણો કલાક જેટલો સમય છે, આપણે ‘AskSrk’ કરીએ. શાહરુખ અગાઉ પણ આ જ હેશટેગથી ચાહકોના રસપ્રદ સવાલો મંગાવીને તેના મજેદાર જવાબો આપતો રહ્યો છે. આ વખતે પણ લોકોએ જેવા અજબ સવાલો પૂછ્યા, શાહરુખે તેના તેવા જ ગજબ જવાબો આપ્યા હતા. જેમ કે, એક ચાહકે શાહરુખને પૂછ્યું કે, ‘સર, મન્નત (શાહરુખનો બંગલો)માં એક રૂમ ભાડે જોઈએ છે. કેટલામાં પડશે?’ તરત જ શાહરુખે લખ્યું, ‘30 વર્ષની મહેનતમાં પડશે.’ બીજા એક ફેને ટોણો મારતાં લખ્યું કે, ‘શાહરુખની બધી ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. કેવું લાગે છે? જવાબ જરૂર આપજો.’ શાહરુખે પોતાની સ્ટાઈલમાં જવાબ આપતાં લખ્યું કે, ‘બસ, તમે મને દુવામાં યાદ રાખજો.’

વર્લ્ડવાઈડ ટ્રેન્ડમાં છવાઈ ગયો #AskSrk

શાહરુખે બુધવારે બપોરે લગભગ 3.58 વાગ્યે ટ્વિટવર પર લખ્યું હતું, ચાલો, એક #AskSrk થઈ જાય. લગભગ વીસેક સવાલ. એ પછી મારે મારી જાતને ફૅસ કરવાની છે અને દાઢી પણ કરવાની છે.’ ત્યારપછી લગભગ સાંજે 5.10 વાગ્યે શાહરુખે સવાલ-જવાબનો આ સિલસિલો ખતમ કર્યો અને પોતાના ફેન્સનો આભાર પણ માન્યો. જેમને પોતે જવાબ ન આપી શક્યો તેની માફી પણ માગતાં લખ્યું કે ઉપરવાળો ઈચ્છશે તો આવતી વખતે એમના સવાલોના જવાબ જરૂર આપશે.

શાહરુખે કલાકેક ફેન્સના સવાલોના જવાબ આપ્યા
વર્લ્ડવાઈડ #AskSrk હેશટેગ નંબર વન રહ્યો
શાહરુખનો ફિલોસોફિકલ જવાબ

આ દરમિયાન આ #AskSrk વર્લ્ડવાઈડ ટ્રેન્ડમાં નંબર વન પર આવી ગયો હતો.

X
Fan asked how much Mannat's fare was, Shah Rukh gave interesting answer, # 1 in world-wide trend #AskSrk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી