વેલકમ / એશા દેઓલને હોસ્પિટલમાંથી રજા અપાઈ, પતિ ભરત તથા ન્યૂ બોર્ન બેબી સાથે પોઝ આપ્યા

Esha Deol was given leave from the hospital, her husband Bharat and posed with New Born Baby

Divyabhaskar.com

Jun 13, 2019, 03:51 PM IST

મુંબઈઃ બીજીવાર માતા બનેલી એશા દેઓલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુરૂવાર (13 જૂન)ના રોજ એશા પતિ ભરત તખ્તાની, ન્યૂ બોર્ન બેબી મીરાયા તથા મોટી દીકરી રાધ્યા સાથે જોવા મળી હતી. મીરાયાનો જન્મ 10 જૂન (સોમવાર)ના રોજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં થયો હતો.

મંગળવારે હેમામાલિની-ધર્મેન્દ્ર હોસ્પિટલ આવ્યા હતાં
મંગળવાર (11 જૂન)એ ધર્મેન્દ્ર તથા હેમામાલિની દોહિત્રી મીરાયાને જોવા માટે હોસ્પિટલ આવ્યા હતાં. તેમના ચહેરા પર બીજીવાર નાના-નાની બનવાની ખુશી સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. 2015માં જ્યારે હેમાની નાની દીકરી આહનાએ દીકરા ડેરિનને જન્મ આપ્યો ત્યારે હેમામાલિની પહેલીવાર નાની બન્યા હતાં.

એશાએ બંને દીકરીઓના નામના અર્થ કહ્યો
એશાએ બંને દીકરીઓના નામના અર્થ કહ્યાં હતાં. તેણે કહ્યું હતું કે જ્યારે ભગવાન કૃષ્ણ રાધાની આરધાના કરે છે, તો તેને રાધ્યા કહેવામાં આવે છે. તો મીરાનો અર્થ ભગવાન કૃષ્ણની ભક્ત છે. બંને દીકરીઓના નામ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા છે. એશા તથા ભરતે 2012માં લગ્ન કર્યાં હતાં. એશાએ 2017માં દીકરી રાધ્યાને જન્મ આપ્યો હતો.

X
Esha Deol was given leave from the hospital, her husband Bharat and posed with New Born Baby
Esha Deol was given leave from the hospital, her husband Bharat and posed with New Born Baby
Esha Deol was given leave from the hospital, her husband Bharat and posed with New Born Baby
Esha Deol was given leave from the hospital, her husband Bharat and posed with New Born Baby
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી