અપકમિંગ / ઇમરાન હાશ્મી સ્ટારર ‘ધ બોડી’ 13 ડિસેમ્બરે રિલીઝ થશે, સ્પેનિશ થ્રિલરથી પ્રેરિત સ્ટોરી

Emraan Hashmi starer 'The Body' to be released on December 13

Divyabhaskar.com

Nov 09, 2019, 02:48 PM IST

બોલિવૂડ ડેસ્ક: ઇમરાન હાશ્મીએ પોતાની આગામી ફિલ્મ ‘ધ બોડી’ની રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે. સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મ 13 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એક્ટરે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનો ફોટો શેર કરીને રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે. ફિલ્મમાં ઋષિ કપૂર, શોભિતા ધુલિપાલા મહત્ત્વના રોલમાં છે.

મોહનલાલ સ્ટારર ‘દૃશ્યમ’ ડિરેક્ટ કરનાર ડિરેક્ટર જીતુ જોસેફ આ ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લઇ રહ્યા છે. આ ફિલ્મ સ્પેનિશ થ્રિલર ફિલ્મથી પ્રેરિત છે. આ ફિલ્મની સ્ટોરી અનુસાર ઇમરાન હાશ્મી એક એવા પતિના કેરેક્ટરમાં છે જે પોતાની પત્નીની ખોવાઈ ગયેલ લાશને શોધે છે. ઋષિ કપૂર આ ફિલ્મમાં પોલીસના રોલમાં છે.

X
Emraan Hashmi starer 'The Body' to be released on December 13
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી