બોક્સ ઓફિસ / ‘ડ્રીમ ગર્લ’ 50 કરોડની નિકટ, આયુષ્માનની કરિયરની સૌથી ઝડપી કમાણી કરનાર ફિલ્મ બની

Dream Girl becomes the fastest grossing film of Ayushman's career, earned 44 cr

Divyabhaskar.com

Sep 16, 2019, 03:37 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’એ ત્રણ દિવસમાં 44 કરોડની કમાણી કરી છે. આયુષ્માનની કરિયરની આ ફિલ્મ સૌથી ઝડપથી કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરી હતી કે આ ફિલ્મે શુક્રવારે 10.05 કરોડ, શનિવાર 16.42 કરોડ તથા રવિવારે 18.10 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે કુલ 44.57 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ આયુષ્માન ખુરાનાની કરિયરની બિગ ઓપનર બની છે. આયુષ્માનની અત્યાર સુધીમાં રિલીઝ થયેલી ફિલ્મ્સની તુલનામાં ‘ડ્રીમ ગર્લ’એ બેસ્ટ વીકેન્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ વર્ષની આયુષ્માનની બીજી હિટ ફિલ્મ
આ વર્ષે આયુષ્માનની ‘આર્ટિકલ 15’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે 65.45 કરોડની કમાણી કરી હતી. હવે, 13 સપ્ટેમ્બરના રીલિઝ થયેલી ‘ડ્રીમ ગર્લ’ ૩૦ કરોડના બજેટમાં બનેલી છે અને આ ફિલ્મે ત્રણ દિવસમાં 44.57 કરોડની કમાણી કરી છે.

આયુષ્માનની ફિલ્મ્સનું વીકેન્ડ કલેક્શન

ફિલ્મનું નામ કમાણી (કરોડમાં) રિલીઝ વર્ષ
ડ્રીમ ગર્લ 44.57 2019
બધાઈ હો 45.70 2018 (ગુરુવાર રિલીઝ)
આર્ટિકલ 15 20.04 2019
અંધાધુન 15 2018
શુભ મંગલ સાવધાન 14.16 2017
બરેલી કી બરફી 11.52 2017
X
Dream Girl becomes the fastest grossing film of Ayushman's career, earned 44 cr
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી