તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સત્યમેવ જયતે 2’માં જ્હોન અબ્રાહમ સાથે દિવ્યા ખોસલા દેખાશે, ફિલ્મ આવતા વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ‘સત્યમેવ જયતે’ ફિલ્મની સિક્વલ ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પણ જ્હોન અબ્રાહમ જ લીડ રોલમાં છે. સિક્વલ ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’માં જ્હોન અબ્રાહમની સાથે એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને મિલાપ ઝવેરી ડિરેક્ટ કરવાના છે જેણે આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી. ‘સત્યમેવ જયતે 2’ આવતા વર્ષે ગાંધી જયંતીના રોજ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. 

આવતા વર્ષે 2 ઓક્ટોબરના રોજ વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સરદાર ‘ઉધમ સિંહ’ પણ રિલીઝ થવાની છે. એટલે આવતા વર્ષે બંને ફિલ્મ બોક્સઓફિસ પર ક્લેશ થશે. ‘સત્યમેવ જયતે’ ફિલ્મ 2018માં 15 ઓગસ્ટના રિલીઝ થઇ હતી. પહેલી ફિલ્મ અને બીજી ફિલ્મને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. ‘સત્યમેવ જયતે 2’ ફિલ્મને ‘ટી સિરીઝ’ પ્રોડ્યૂસ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...