ભાસ્કર સર્વે / તેલંગાણા દુષ્કર્મઃ 90% બોલિવૂડ સ્ટાર્સે કહ્યું, દોષીતોને ફાંસી આપવામાં આવે

divya bhaskar survey  telangana case bollywood and tv actors demands hanging on the criminal
X
divya bhaskar survey  telangana case bollywood and tv actors demands hanging on the criminal

Divyabhaskar.com

Dec 01, 2019, 03:59 PM IST

મુંબઈઃ હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા થતાં દેશ આખો ગુસ્સામાં છે. બોલિવૂડ સેલેબ્સે પણ રેપિસ્ટને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે. divyabhaskar.com એ આ મુદ્દે બોલિવૂડ તથા ટીવી ઈન્ડસ્ટ્રીઝના 200 સ્ટાર્સનો અભિપ્રાય જાણ્યો હતો. બોલિવૂડના 90 તથા ટીવીના 95 ટકા સ્ટાર્સે રેપિસ્ટને ફાંસીની સજા આપવાની વાત કરી છે.


ટીવી તથા ફિલ્મ્સના 200 એક્ટર્સ સર્વેમાં સામેલ થયા

બોલિવૂડ ઓપિનિયન
ફાંસી/મોત 90 ટકા
અન્ય સજા 8 ટકા
અનિશ્ચિત 2 ટકા
ટીવી ઈન્ડસ્ટ્રીઝ ઓપિનિયન
ફાંસી/મોત 95 ટકા
અન્ય સજા 4 ટકા
અનિશ્ચિત 1 ટકા

સુનિલ શેટ્ટીએ કહ્યું, દોષીતો મરે નહીં ત્યાં સુધી ફાંસી પર લટકાવીને રાખો

divyabhaskar.comએ આ જઘન્ય અપરાધ બાદ દેશના ટોચના કલાકારો, બોલિવૂડ તથા ટીવીમાં કાર્યરત આર્ટિસ્ટની વચ્ચે સર્વે કર્યો હતો અને એક જ સવાલ પૂછ્યો હતો કે આવા અપરાધીઓને શું સજા આપવામાં આવે? 95 ટકા સ્ટાર્સે એક જ વાત કહી હતી કે આ પ્રકારના અપરાધીઓને ફાંસીની સજા જ આપવી જોઈએ. આ મુદ્દે સેલેબ્સના નિવેદનોમાં ભરપૂર આક્રોશ જોવા મળ્યો હતો. 

સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે તેઓ મરી ના જાય ત્યાં સુધી ફાંસી પર લટકાવીને રાખો. જમ્પિંગ જેકના નામથી લોકપ્રિય જીતેન્દ્રે કહ્યું, આવા અપરાધીઓ માટે તેમની પાસે માત્ર ત્રણ શબ્દો છે, મોત, મોત અને મોત. ઝરિન ખાને કહ્યું હતું, જ્યાં સુધી મોતની સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી આવું જ ચાલતું રહેશે. હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે આજીવન કેદની સજા આ લોકો માટે કંઈ જ નથી. પ્રીતિશ નંદીએ કહ્યું હતું કે આવા અપરાધીઓ માટે કઠોર દંડની સજા હોવી જોઈએ. ડિરેક્ટર તથા રાઈટર અભિષેક ડોંગરાએ કહ્યું હતું કે મોતથી એક ડગલું આગળ જઈને એવી સજા આપવી જોઈએ કે તેઓ તડપી-તડપીને મરે. કિરણ કુમારે કહ્યું હતું કે તેમને નપુંસક બનાવીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. આવા કિસ્સામાં દયાની અરજીમાં સમય બરબાદ કરવો જોઈએ નહીં. 

અનુ કપૂરે કહ્યું હતું કે આરોપ સાબિત થતાં જ ફાંસી આપી દેવી જોઈએ અને સજા પર કોઈ દલીલો થવી જોઈએ નહીં. યુવા અભિનેતા ઝહિર ઈકબાલે કહ્યું હતું કે આરોપી પોતે જ રોજ મોતની ભીખ માગે, તે રીતે ક્રૂર સજા આપવી જોઈએ. ફેશન સ્ટાઈલિસ્ટ નીતા લુલ્લાએ કહ્યું હતું કે આ અપરાધીઓને મહત્તમ સજા આપવી જોઈએ. ડિરેક્ટર મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે આવા લોકોને જીવવાનો કોઈ અધિકાર નથી. એક્ટર અમોલ ગુપ્તેએ કહ્યું હતું કે ડેથ પેનલ્ટી જ એક માત્ર સજા. સમાજમાં આવા ક્રિમિનલ્સ માટે કોઈ જગ્યા નથી. 

અન્ય સેલેબ્સના નિવેદનો પણ તીખાં હતાં. એક્ટર દીપક ડોબરિયાલે કહ્યું હતું કે આવા લોકોને ભીડની વચ્ચે ફેંકી દેવા જોઈએ. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે આવા લોકોને ચાર રસ્તાની વચ્ચે ઊંધા લટકાવીને ગોળી મારી દેવી જોઈએ. ઈલા બેદી દત્તાએ કહ્યું હતું કે પથ્થરો મારી-મારીને જીવ લઈ લેવો જોઈએ. અનેક સેલેબ્સે એટલી ભયાનક સજાના મેસેજ મોકલ્યાં, જેનો ઉલ્લેખ પણ અહીં થઈ શકે તેમ નથી. શનિવારે (30 નવેમ્બર) મોડી રાત સુધી આ અપરાધીઓને કડક સજા મળવી જોઈએ તેવા મેસેજ divyabhaskar.com ને મળ્યાં હતાં. 

રેપિસ્ટને કડક સજાની માગ કરનાર ડિરેક્ટર્સમાં અશ્વિની ઐય્યર, આશીષ આર મોહન, રાકેશ ઓમપ્રકાશ મેહરા, યશપાલ શર્મા, અમિત સાધ સામેલ છે. 

ટીવી કલાકારો પણ ગુસ્સામાં

ટીવીના જાણીતા કલાકારો પણ આ ઘટનાથી ગુસ્સામાં છે. શશાંક વ્યાસે કહ્યું હતું કે અઠવાડિયામાં જ આ અપરાધીઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. શરદ મલ્હોત્રાએ કહ્યું હતું કે આમના માટે માત્ર મોતની સજા જ એક રસ્તો છે. અનુપ સોનીએ કહ્યું હતું કે આવો હિચકારો ગુનો ભવિષ્યમાં બીજું કોઈ ના કરે તે માટે કડક કાયદો બનવો જોઈએ. ગુરમીત ચૌધરીએ કહ્યું હતું કે આ ક્રાઈમ માટે મોતની સજા જ હોવી જોઈએ. એક્ટ્રેસ અનેરીએ કહ્યું હતું કે અપરાધીઓને તાત્કાલિક ફાંસી આપી દેવી જોઈએ. અનંત મહાદેવને કહ્યું હતું કે ફાંસી એકમાત્ર ઉપાય છે. જોકે, આ સાથે જ પબ્લિક ટોર્ચર પણ એક સજા હોવી જોઈએ. જાસ્મીન ભસીને કહ્યું હતું કે ત્રણ દિવસની અંદર રેપિસ્ટને ફાંસી આપી દેવી જોઈએ. અદા શર્માએ કહ્યું હતું કે ગુનેગારોને એ રીતે સજા આપો કે ભવિષ્યમાં કોઈ આવું કરતાં પહેલાં સો-વાર વિચારે. હુનર ગાંધીએ કહ્યું હતું કે મોત જ એક માત્ર વિકલ્પ છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી