સેલેબ લાઈફ / ડેન્ગ્યુ થતાં ધર્મેન્દ્રને ત્રણ દિવસ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં

Dharmendra was admitted in a Mumbai hospital for three days after diagnosed with dengue

Divyabhaskar.com

Oct 09, 2019, 11:25 AM IST

મુંબઈઃ 83 વર્ષીય ધર્મેન્દ્રને તાજેતરમાં જ મુંબઈની હોસ્પિટલમાં ડેન્ગ્યુ થતાં દાખલ કરવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, સોમવારની (8 ઓક્ટોબર) સાંજે દીકરા સની દેઓલ સાથે તેઓ ઘરે પરત ફર્યાં હતાં.

ગયા અઠવાડિયે બીમાર પડ્યાં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા અઠવાડિયે ધર્મેન્દ્રને ડેન્ગ્યુ થયો હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમને મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, ધર્મેન્દ્ર તરત જ ઘર જવા માગતા હતાં. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યાં બાદ તેમની તબિયત સુધારા પર હતી અને તેથી જ તેમને રજા આપી દેવામાં આવી હતી. હાલમાં ધરમપાજી પોતાના મુંબઈ સ્થિત ઘરે છે અને તેમની તબિયત સારી છે. હમણાં તેઓ પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસ પર જવાના નથી.

હાલમાં જ પૌત્રને લોન્ચ કર્યો
ધર્મેન્દ્રે હાલમાં જ સની દેઓલના દીકરા કરન દેઓલને ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો. દીકરા તથા પૌત્ર સાથે ધર્મેન્દ્રે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઉંમરે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરે છે અને અહીંયા ઓર્ગેનિક ખેતી કરે છે.

X
Dharmendra was admitted in a Mumbai hospital for three days after diagnosed with dengue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી