તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Deepika's Chhapaak Earns Rs 5 Crore On The First Day And Ajay's Tanhaji The Unsung Warrior Earns Rs 15 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપિકાની ‘છપાક’એ પહેલાં દિવસે 4.77 કરોડ તો અજયની ‘તાનાજી’એ 15 કરોડની કમાણી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ દીપિકા પાદુકોણની ‘છપાક’ તથા અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ વખાણી છે. બંને ફિલ્મને ઈમ્પ્રેસિવ ટ્રેલર-ટીઝર તથા સ્ટ્રોંગ વર્ડ ઓફ માઉથનો ફાયદો મળ્યો છે. બંને ફિલ્મનું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

અજયની ફિલ્મે પહેલાં દિવસે 15 કરોડની કમાણી કરી
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ પહેલાં દિવસે 15.10 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બીજા તથા ત્રીજા દિવસે ફિલ્મ વધુ કમાણી કરશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે અજયની આ 100મી ફિલ્મ છે. ફિલ્મમાં કાજોલ તથા સૈફ અલી ખાન છે. 

દીપિકાની ફિલ્મે 4.77 કરોડની કમાણી કરી
દીપિકા પાદુકોણની ‘છપાક’એ પહેલાં દિવસે 4.77 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ઘણો જ ફાયદો મળશે. 

‘છપાક’ કરતાં ‘તાનાજી’ને વધુ સ્ક્રીન્સ મળી છે
‘તાનાજી’નું સ્ક્રીન કાઉન્ટ

 • ભારતમાં: 3880 (2D અને 3D ફોર્મેટ, હિંદી તથા મરાઠી વર્ઝન)
 • વિદેશમાં: 660
 • ટોટલઃ 4540 સ્ક્રીન

‘છપાક’નું સ્ક્રીન કાઉન્ટ

 • ભારતમાં: 1700
 • વિદેશમાં: 450
 • ટોટલઃ 2160 સ્ક્રીન

‘છપાક’ને નેગેટિવ પબ્લિસિટીનો ફાયદો  ના મળ્ય
દીપિકા પાદુકોણ ‘છપાક’થી પ્રોડ્યૂસર પણ બની છે. આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તે અહીંયા વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષને મળી હતી. જેને કારણે દીપિકાનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં સોશિયલ મીડિયામાં ‘#boycottchhapaak’ ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો હતો. જોકે, આ ટ્રેન્ડની સામે દીપિકાના ચાહકોએ ‘#ISupportDeepika’ કરીને ટ્રેન્ડ ચલાવ્યો હતો. ‘પદ્માવત’ વખતે પણ ફિલ્મને લઈ ઘણો જ વિવાદ થયો હતો. અલબત્ત, આ વિવાદથી ફિલ્મને ફાયદો થયો હતો. આ વખતે પણ એમ જ માનવામાં આવતું હતું કે ફિલ્મને ફાયદો થશે પરંતુ તેમ થયું નહીં. આ ફિલ્મની પહેલાં દિવસે કમાણી 6 કરોડની આસપાસ રહેશે તેમ ટ્રેડ પંડિતો માનતા હતાં પરંતુ વિરોધને કારણે આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર 4.77 કરોડની જ કમાણી કરી હતી.

ત્રણ રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘છપાક’ ટેક્સ ફ્રી
રિલીઝ પહેલાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ તથા પુડુચેરીમાં ‘છપાક’ને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી. હવે, રાજસ્થાનમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો