સ્ટારકાસ્ટ / દીપિકા પાદુકોણે રીલ વાઈફ તરીકે રણવીર સિંહ સાથે ‘83’ ફિલ્મનું શૂટિંગ ગ્લાસગોમાં શરૂ કર્યું

Deepika Padukone started shooting of film 83 in Glasgow with ranveer singh
Deepika Padukone started shooting of film 83 in Glasgow with ranveer singh

Divyabhaskar.com

Jun 12, 2019, 01:02 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. હવે ફિલ્મની ટીમને દીપિકા પાદુકોણે પણ જોઈન કરી લીધી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રણવીરની પત્નીના રોલમાં દેખાશે. એટલે કે ફિલ્મમાં રણવીર કપિલ દેવ તરીકે અને દીપિકા રોમી ભાટિયાના રોલમાં જોવા મળશે. બન્ને એક્ટર્સે સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કર્યા છે. દીપિકાએ આજથી ફિલ્મનું શૂટિંગ ગ્લાસગોમાં શરૂ કર્યું છે. રણવીરે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘કોણ મારી પત્નીનો રોલ મારી પત્ની કરતાં કોણ સારો નિભાવી શકે?’

દીપિકા પાદુકોણે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘કબીર ખાન આ અદભુત અનુભવ માટે આભાર.’ અને તે ફોટો નીચે રણવીરે કમેન્ટ કરી હતી કે, આ વખતે આપણે બન્ને ફિલ્મમાં મૃત્યુ નહીં પામીએ. સ્વાભાવિક છે કે બન્નેની અગાઉની ફિલ્મ ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’માં એન્ડમાં બન્ને મરી જાય છે.

રણવીરે એક વીડિયો શેર કર્યો હતો જેમાં દીપિકા તેને બેટથી મારે છે અને તેમાં રણવીરે લખ્યું હતું કે, ‘મારી જિંદગીની સ્ટોરી, રિયલ અને રીલ.’

ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મના સ્ટાર્સને ખુદ ક્રિકેટર્સ કપિલ દેવ, મદન લાલ, યશપાલ શર્મા અને બલવિંદર સિંહ સંધુ ટ્રેનિંગ આપી રહ્યા છે.

ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.

X
Deepika Padukone started shooting of film 83 in Glasgow with ranveer singh
Deepika Padukone started shooting of film 83 in Glasgow with ranveer singh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી