સેલેબ લાઈફ / દીપિકા પાદુકોણનાં ફાઉન્ડેશને મેન્ટલ હેલ્થ પર લેક્ચર સીરિઝ શરૂ કરી

Deepika Padukone Foundation Launched Lecture Series on Mental Health

Divyabhaskar.com

Sep 16, 2019, 03:29 PM IST

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ રવિવાર (15 સપ્ટેમ્બર)ના રોજ દિલ્હીમાં આયોજીત એક ઈવેન્ટમાં હાજર રહી હતી. દીપિકાએ પોતાની એનજીઓ ‘લિવ લવ લાફ’ દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિષય પર પહેલી જ વાર લેક્ચર સીરિઝનું આયોજન કર્યું હતું. આ સમયે પદ્મશ્રી સિદ્ધાર્થ મુખર્જીએ લેક્ચર આપ્યું હતું. દીપિકા સાથે તેના પેરેન્ટ્સ તથા બહેન અનિશા જોવા મળ્યાં હતાં.

જાગૃત્તિ લાવવી જરૂરી
મેન્ટલ હેસ્થ વિષય પર પોતાના સંઘર્ષ અંગે વાત કરતાં દીપિકાએ કહ્યું હતું, ‘મને લાગે છે કે હવે આ અંગે વાત કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. હવે પહેલાં જેવું નથી. ચાર વર્ષ પહેલાં આ સબ્જેક્ટ પર કોઈ વાત કરવા તૈયાર નહોતું. લોકોમાં જાગૃતતા લાવવા માટે એક લાંબી સફર ખેડવાની બાકી છે. આથી જ અમે આ અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે.’

દરેક લોકો આવી શકે છે
દીપિકાએ પોતાની આ લેક્ચર સીરિઝને દરેક વ્યક્તિ માટે ઓપન ગણાવી છે. તેણે કહ્યું હતું કે વિશ્વના દરેક ખૂણામાં રહેતા લોકો આમાં ભાગ લઈ શકે છે. ખાસ કરીને તે લોકો, જે આ ફિલ્ડમાં કામ કરવાને લઈ ઉત્સાહિત છે અને પોતાનો અનુભવ શૅર કરવા માગે છે.

2015માં ફાઉન્ડેશન શરૂ કર્યું હતું
દીપિકા પાદુકોણે ઘણીવાર પોતાના ડિપ્રેશન અંગે વાત કરી હતી. ડિપ્રેશનમાંથી બહાર આવ્યા બાદ વર્ષ 2015માં દીપિકાએ પોતાના ફાઉન્ડેશન ‘લિવ લવ લાફ’ની સ્થાપના કરી હતી.

X
Deepika Padukone Foundation Launched Lecture Series on Mental Health
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી