ફેન મોમેન્ટ / ફિલ્મ ‘83’ના સેટ પર કબીર ખાનની દીકરી દીપિકાને મળી, માતા મીની માથુરે ફોટો શેર કર્યો

Deepika padukone enjoying with kabir khan's daughter sairah on the sets of 83
Deepika padukone enjoying with kabir khan's daughter sairah on the sets of 83
Deepika padukone enjoying with kabir khan's daughter sairah on the sets of 83

Divyabhaskar.com

Jul 12, 2019, 05:11 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’નું શૂટિંગ હાલ ઇંગ્લેન્ડમાં ચાલી રહ્યું છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મમાં તેની રિયલ વાઈફ દીપિકા પાદુકોણ તેની રીલ વાઈફનો રોલ પ્લે કરવાની છે. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પર ડિરેક્ટર કબીર ખાનની દીકરી સાયરા સાથે દીપિકા એન્જોય કરી રહી હતી. કબીર ખાનની પત્ની મીની માથુરે દીપિકા અને તેની દીકરી સાયરાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં દીપિકાએ સાયરાને તેડી હતી અને તેમની વચ્ચેનું બોન્ડિંગ દેખાઈ રહ્યું છે.

મીની માથુરે ઇંગ્લેન્ડના રોયલ ટનબ્રીજ વેલ્સના લોકેશન પરથી ફોટો શેર કરતાં લખ્યું કે, ‘સાયરા 83 ફિલ્મનાં શૂટમાં ખૂબ મજા કરી રહી છે તે ચોખ્ખું દેખાઈ રહ્યું છે, અને દીપિકા પાદુકોણ તેને અમુક સીરિયસ ગર્લ્સ ગોલ્સ આપી રહી છે.’

ફિલ્મ ‘83’
ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનો રોલ નિભાવી રહ્યો છે. રણવીરના બર્થ ડે પર જ તેનો કપિલ દેવ તરીકેનો ફર્સ્ટ લુક શેર થયો હતો. ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવીના રોલમાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં એમી વિર્ક (બલવિંદર સિંહ), જીવા (શ્રીકાંત), સાહિલ ખટ્ટર (સૈયદ કિરમાણી), ચિરાગ પાટીલ (સંદીપ પાટીલ), તાહિર રાજ ભસીન (સુનિલ ગાવસ્કર), સાકીબ સલીમ (મોહિંદર અમરનાથ), હાર્ડી સંધુ (મદન લાલ), આર બદરી(સુનિલ વાલ્સન), આદિનાથ કોઠારે (દિલિપ વેંગસરકર), જતીન સરના (યશપાલ શર્મા), ધૈર્ય કારવા (રવિ શાસ્ત્રી), નિશાંત દહિયા(રોજર બિન્ની) અને પંકજ ત્રિપાઠી (ટીમનાં મેનેજર માન સિંહ) સામેલ છે.

ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર છે. જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે.

X
Deepika padukone enjoying with kabir khan's daughter sairah on the sets of 83
Deepika padukone enjoying with kabir khan's daughter sairah on the sets of 83
Deepika padukone enjoying with kabir khan's daughter sairah on the sets of 83
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી