• Gujarati News
  • National
  • Deepika Padukone Burns Pieces Of Prosthetic Makeup On Set As 'Chhapaak' Shooting Ends

‘છપાક’નું શૂટિંગ પૂરું થતાં જ દીપિકા પાદુકોણે સેટ પર પ્રોસ્થેટિક મેકઅપના ટુકડાઓ સળગાવી દીધા હતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. દીપિકાએ આ ફિલ્મ દરમિયાન પ્રોસ્થેટિક મેકઅપ કર્યો હતો. શૂટિંગના અંતિમ દિવસે દીપિકાએ પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી દીધો હતો. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરી રિલીઝ થશે.

શા માટે મેક-અપ સળગાવી દીધો?
દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો શૂટિંગ દરમિયાનની યાદગીરી પોતાની સાથે રાખવા માગતા હોય છે પરંતુ તેણે પોતાના પ્રોસ્થેટિક મેકઅપ પર આલ્કોહોલ નાખીને સળગાવી દીધો હતો. ફિલ્મનું શૂટિંગ જૂન, 2019મા પૂર્ણ થયું હતું.

આ છે સ્ટાર-કાસ્ટ
‘છપાક’માં દીપિકાએ માલતીનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મનું ડિરેક્શન મેઘના ગુલઝારે કર્યું છે. વિક્રાંત મેસી પણ મહત્ત્વના રોલમાં છે. વિક્રાંતે આ ફિલ્મમાં અમોલનો રોલ પ્લે કર્યો છે. મેઘનાએ ઈન્સ્ટા પર તસવીર શૅર કરીને કહ્યું હતું, અમોલ તથા માલતી હું તમને હંમેશાં મારી સાથે રાખીશ.

લગ્ન બાદ પહેલી ફિલ્મ
2018મા રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં બાદ દીપિકાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ ઉપરાંત દીપિકા ભારતીય ક્રિકેટ પર આધારિત ‘83’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.