• Gujarati News
  • National
  • Darsheel Saffary & Nakkul Mehta To Play Hrithik Roshan’s Brothers In Satte Pe Satta Remake

‘સત્તે પે સત્તા’ની રીમેકમાં રીતિકના ભાઈના રોલમાં દર્શીલ સફારી તથા નકુલ મહેતા જોવા મળે તેવી શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ફરહા ખાન તથા રોહિત શેટ્ટી ‘સત્તે પે સત્તા’ની રીમેક બનાવી રહ્યાં છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં રીતિક રોશન લીડ રોલમાં છે. હવે, એમ કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મમાં ‘તારે ઝમીન પર’ ફૅમ દર્શીલ સફારી તથા ટીવી સ્ટાર નકુલ મહેતા નાના ભાઈના રોલમાં જોવા મળશે.

હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી
‘સત્તે પે સત્તા’ની રીમેકની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, માનવામાં આવે છે કે આ ફિલ્મમાં રીતિક લીડ રોલમાં છે. હજી સુધી ફિલ્મની લીડ એકટ્રેસનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. કેટરીના કૈફ, અનુષ્કા શર્મા તથા દીપિકા પાદુકોણના નામોની ચર્ચા થઈ રહી છે. 

અમિતાભે ‘સત્તે પે સત્તા’માં ડબલ રોલ કર્યો હતો
1982મા રિલીઝ થયેલી રાજ એન સિપ્પીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને રવિ આનંદ તથા બાબુનો એમ ડબલ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં રવિ તથા તેના છ ભાઈઓની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં છ ભાઈઓના રોલમાં એક્ટર્સ કંવલજીત સિંહ, શક્તિ કપૂર, સચિન, વિક્રમ સાહુ, સુધિર તથા પેન્ટલ હતાં. લીડ એક્ટ્રેસના રોલમાં હેમામાલિની હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હિટ રહી હતી. 

અન્ય સમાચારો પણ છે...