દબંગ 3 / ફિલ્મમાં રાહત ફતેહ અલી ખાનનો અવાજ નહીં સંભળાય, રેકોર્ડિંગ થયા બાદ રિપ્લેસ કરવામાં આવ્યા

Dabangg 3: Salman Khan drops Rahat Fateh Ali Khan's Voice From The Song Of Movie

Divyabhaskar.com

Nov 07, 2019, 05:27 PM IST

બોલિવૂડ ડેસ્ક: પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાને સલમાન ખાન સ્ટારર ‘દબંગ’ (2010)માં ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ સોન્ગ ગાયું હતું. ત્યારબાદ ‘દબંગ 2’ (2012)માં તેમણે ‘તેરે નૈના બડે દગાબાજ રે’ ગાયું હતું. બંને ગીત સુપરહિટ સાબિત થયા હતા. જોકે ફિલ્મના ત્રીજા પાર્ટ ‘દબંગ 3’માં તેમને એક પણ સોન્ગ ગાયું નહીં. ફિલ્મમાં પાછળના બંને ગીતના આધારે ‘નૈના લડે’ સામેલ કરવામાં આવ્યું છે. જેનું ઓડિયો વર્ઝન ગુરુવારે રિલીઝ થયું. આ ગીતને જાવેદ અલીએ ગાયું છે.

રેકોર્ડિંગ પછી રાહત ફતેહનો અવાજ હટાવી દેવાયો
રિપોર્ટ્સ મુજબ છેલ્લા બંને ગીતોની સફળતા બાદ સલમાન ખાને રાહત ફતેહ અલી ખાનને ‘નૈના લડે’ સોન્ગ માટે ફાઇનલ કર્યા હતા. ગીતનું રેકોર્ડિંગ પણ થઇ ગયું હતું. તે ગીતથી મ્યુઝિક ડિરેક્ટર સાજીદ વાજિદ સહીત બધા ખુશ હતા. પરંતુ તે દરમ્યાન ભારત- પાકિસ્તાન વચ્ચે જે તણાવભરેલી પરિસ્થિતિ સર્જાઈ તેના કારણે ઇન્ડસ્ટ્રીએ પાકિસ્તાની આર્ટિસ્ટ સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો. તેને કારણે સલમાન અને પૂરી ટીમે રાહત ફતેહ અલી ખાનને ભારતીય સિંગર જાવેદ અલી સાથે રિપ્લેસ કરી દીધા.

20 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સોનાક્ષી સિન્હા, કિચા સુદીપ અને પ્રમોદ ખન્ના પણ સામેલ છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રોજ રિલીઝ થવાની છે.

X
Dabangg 3: Salman Khan drops Rahat Fateh Ali Khan's Voice From The Song Of Movie
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી