તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીતિક રોશન-સલમાન ખાનની અમેરિકા-કેનેડાની ટૂર મુલતવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઈઃ વિશ્વભરમાં કોરોનાવાઈરસનો કહેર જોવા મળ્યો છે. સ્પોર્ટ્સથી લઈ સિનેમા વર્લ્ડ સુધી દરેક જગ્યાએ કોરોનાવાઈરસની અસર સ્પષ્ટ રીતે જોવા મળી છે. નવી દિલ્હીમાં 31 માર્ચ સુધી ફિલ્મ થિયેટર્સ તથા સ્કૂલ-કોલેજ બંધ કરી દેવામાં આવી છે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોલિવૂડમાં કોરોનાવાઈરસને કારણે સેલેબ્સે વિદેશ ટૂર હાલ પૂરતી કેન્સલ કરી નાખી છે. સલમાન ખાન, રીતિક રોશન, સોનાલી બેન્દ્રે તથા બિપાશા બાસુએ અમેરિકા ના જવાનો નિર્ણય લીધો છે. 

રીતિક રોશને અમેરિકા ટૂર હાલ પૂરતી રદ કરી
સૂત્રોના મતે, રીતિક રોશન અમેરિકા-કેનેડાના શિકાગો, ન્યૂ જર્સી, વોશિંગ્ટન તથા એટલાન્ટા જેવા શહેરોમાં ટૂર કરવાનો હતો. જોકે, રીતિકે આ ઈવેન્ટ્સને હાલ પૂરતી કેન્સલ કરી છે. કોરોનાવાઈરસની અસર ઓછી થશે, ત્યારે આ ટૂર અંગે નિર્ણય લેવામાં આવશે.

સલમાને પણ ઈવેન્ટ કેન્સલ કરી
સલમાન ખાને પણ અમેરિકામાં યોજાનારી પોતાની ટૂર કેન્સલ કરી નાખી છે. આ ટૂર સલમાનના ભાઈ સોહેલ ખાને ઓર્ગેનાઈઝ કરી હતી. ટૂર આવતા મહિને એટલે કે એપ્રિલમાં શરૂ થવાની હતી. ટૂરની નવી તારીખો કોરોનાવાઈરસનું જોખમ ઓછું થશે ત્યારબાદ જાહેર કરવામાં આવશે. 

બિપાશા બાસુ-સોનાલી બેન્દ્રે પણ અમેરિકા પ્રવાસ રદ કર્યો
બિપાશા સાઉથ એશિયન વુમન એમ્પાવરમેન્ટ અવોર્ડમાં ભાગ લેવા માટે 22 માર્ચે ન્યૂ જર્સી, ફ્રેમોન્ટ તથા ન્યૂ યોર્ક જવાની હતી પરંતુ બિપાશાએ આયોજકોને આ ઈવેન્ટ પોસ્ટપોન કરવાની અપીલ કરી હતી અને તેની વાત માની લેવામાં આવી હતી. આ ઉપરાંત બિપાશાએ ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યું હતું, કોરોનાવાઈરસને કારણે, સ્ટાર ઈન્ફિનિટી આર્ટ એક્ઝિબિટ તથા તેનો પ્રીવ્યૂ પોસ્ટપોન કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય સરકારે જાહેર કરેલા સૂચનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકારે એક જગ્યાએ વધુ લોકો ભેગા ના થવાની સૂચના આપી છે. નવી તારીખોનું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સૌથી જરૂરી વાત, ધ્યાન રાખો, સલામત રહો.

Be Safe 🙏

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

સોનાલી બેન્દ્રે પણ અમેરિકા નહીં જાય
સોનાલી પણ વુમન્સ ડે સ્પેશિયલ ઈવેન્ટમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્ક તથા ડલ્લાસ જવાની હતી પરંતુ આ ઈવેન્ટને કેન્સલ કરી દેવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે ચીનના વુહાન શહેરમાં કોરોનાવાઈરસની શરૂઆત થઈ હતી. વિશ્વભરના દેશો કોરોનાવાઈરસથી બચવાનો ઉપાય કરી રહ્યાં છે. બોલિવૂડની તમામ મોટી ઈવેન્ટ્સ હાલ પૂરતી કેન્સલ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ભારતમાં કોરોનાવાઈરસના અત્યાર સુધી 75 કેસ સામે આવી ચુક્યા છે, જેમાં કર્ણાટકમાં વાઈરસના કારણે એક 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ઈટલીમાં કોરોનાવાઈરસથી મૃતકોનો આંકડો અત્યાર સુધીમાં 1,016 થયો છે. અત્યાર સુધી ઈટલીમાં કુલ 15,113 લોકો સંક્રમિત થયા છે. ચીન બાદ કોરોનાવાઈરસની સૌથી વધારે અસર ઈટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઈટલીમાં સારવાર બાદ 1,258 લોકો સ્વસ્થ પણ થયા છે. દુનિયાભરમાં કોરોનાવાઈરસથી મરનારા લોકોની સંખ્યા 4973 થઈ છે. વિશ્વમાં કોરોનાવાઈરસના કુલ 1,34,679 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો