તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુપ જલોટાનો રિપોર્ટ નેગેટિવ, હાલમાં જ લંડનથી પરત ફર્યાં હતાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશને કોરોનાવાઈરસને મહામારી જાહેર કરી છે. વાઈરસથી બચવા માત્ર ભારત જ નહીં વિશ્વભરના અનેક દેશો વિવિધ ઉપાયો અજમાવી રહ્યાં છે. આ વાઈરસથી સૌથી વધુ જોખમ વૃદ્ધો તથા બાળકોને હોવાનું માનવામાં આવે છે. ભજનસમ્રાટ અનુપ જલોટા હાલમાં જ લંડનથી પરત ફર્યાં હતાં અને તેમને હોટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતાં.

રિપોર્ટ નેગેટિવ
અનુપ જલોટાએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે ડોક્ટર્સે તેમને રિપોર્ટ આપ્યો હતો અને કહ્યું હતું કે તેમનામાં કોરોનાવાઈરસના કોઈ લક્ષણ નથી અને તેઓ ઘરે જઈ શકે છે. તેમણે ક્યારેય ટેસ્ટ કરાવવાની ના પાડી નહોતી. તે તમામને અપીલ કરે છે કે જો તમને કોરોનાવાઈરસ હોવાની શંકા જાય તો તમારે તરત જ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમે ડોક્ટર્સને જાણ નહીં કરો તો બીજાનો જીવ જોખમમાં મૂકાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેઓ ઘણાં જ ખુશ છે કે તેમણે ટેસ્ટ કરાવ્યો અને તેઓ આઈસોલેશનમાં રહ્યાં અને હવે તેઓ એકદમ સ્વસ્થ છે. તેઓ દરેકને આ જ અપીલ કરે છે. 

સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી
અનુપ જલોટાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી, જેમાં તેઓ માસ્કમાં જોવા મળ્યાં હતાં. તસવીર શૅર કરીને તેમણે આઈસોલેશનમાં હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 60થી વધુ ઉંમરના યાત્રીઓને અપાતી મેડિકલ કેરથી ખુશ છું. મને હોટલ મિરાજમાં લઈ જવામાં આવ્યો હતો, કારણ કે હું લંડનથી મુંબઈ આવ્યો હતો. મને લેવા માટે એક ડોક્ટરની ટીમ આવી હતી. હું અહીંયા આવનાર તમામ યાત્રીઓને સહયોગ આપવાની વિનંતી કરું છું, જેથી તેમની મદદથી કોરોનાવાઈરસને ફેલાતો અટકાવી શકાય.
ઉલ્લેખીનય છે કે અનુપ જલોટા

અનુપ જલોટા લંડનમાં ભજનના શો કરીને પરત ફર્યાં હતાં. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અનુપ જલોટાએ કહ્યું હતું કે એરપોર્ટ પર આવતા જ 60 વર્ષથી ઉપરના લોકોને ત્યાંની નજીકની હોટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તમામ લોકોને અલગ-અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સ સતત ચેક કરે છે. અનુપ જલોટા તથા અન્ય પેસેન્જર્સને ક્લોઝલી મોનિટર કરવામાં આવી રહ્યાં છે. 25 ડોક્ટર્સની ટીમ દેખરેખ રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે અનુપ જલોટા વિશ્વભરમાં સિંગિંગ શો ઓર્ગેનાઈઝ કરતાં હોય છે. નોંધનીય છે કે અનુપ જલોટાએ ‘બિગ બોસ 12’માં ભાગ લીધો હતો. શોમાં તેમની સાથે જસલીન મથારુ પણ હતી. શોમાં જસલીન તથા અનુપના સંબંધો ચર્ચામાં રહ્યાં હતાં. શોમાં જસલીને દાવો કર્યો હતો કે તે તથા અનુપ એકબીજાના રિલેશનમાં છે પરંતુ શોમાંથી બહાર આવ્યા બાદ બંનેએ આને માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. નોંધનીય છે કે દેશમાં 210 જેટલા કોરોનાવાઈરસને કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં જ 50થી વધુ કેસ છે. અત્યાર સુધી ભારતમાં પાંચ લોકોના નિધન થયા છે

અન્ય સમાચારો પણ છે...