કન્ફર્મ / તાપસી પન્નુ મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક ‘સાબાશ મિતુ’માં લીડ રોલ પ્લે કરશે

Confirmed: Taapsee Pannu to play Mithali Raj in biopic Shabaash Mithu
આજે મિથાલી રાજનો જન્મદિવસ છે
આજે મિથાલી રાજનો જન્મદિવસ છે

  • આ ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકિયા છે
  • મિતાલીના જન્મદિવસે તાપસીએ આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

Divyabhaskar.com

Dec 03, 2019, 01:35 PM IST

બોલિવૂડ ડેસ્ક: આજે એટલે કે 3 ડિસેમ્બરે ભારતીય મહિલા ક્રિકેટ જગતની લિજેન્ડ મિતાલી રાજનો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસે એક્ટ્રેસ તાપસી પન્નુએ એક સારા સમાચાર જાહેર કર્યા છે. તાપસી આવનારા સમયમાં મિતાલીની બાયોપિક ‘સાબાશ મિતુ’માં જોવા મળશે.

આ ફિલ્મમાં તે મિથાલી રાજના જીવનની જર્ની બતાવશે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકિયા છે.

ઇન્સ્ટાગ્રામ પર મિથાલીની બર્થડે સેલિબ્રેટ કરતા ફોટોઝ તાપસીએ શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, કેપ્ટનને જન્મદિવસની શુભેચ્છા. તમે અમારા બધાને ગણી બધી વખત ગર્વ ફીલ કરાવ્યું છે, હું પોતાને ખુશ માનું છું કે તમારી જર્નીને હું સ્ક્રીન પર દર્શકોને બતાવીશ. આ બર્થડે પર મને નથી ખબર કે હું તમને શું ગિફ્ટ આપું ! પણ એક વાત ચોક્કસ કહીશ કે સ્ક્રીન પર તમે પોતાને જોશો ત્યારે ચોક્કસ પ્રાઉડ અનુભવ કરશો.

X
Confirmed: Taapsee Pannu to play Mithali Raj in biopic Shabaash Mithu
આજે મિથાલી રાજનો જન્મદિવસ છેઆજે મિથાલી રાજનો જન્મદિવસ છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી