ફરિયાદ / પાયલ રોહતગી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, ઝાયરા વસીમે બોલિવૂડ છોડતાં વિવાદિત પોસ્ટ લખી હતી

Complaint against bigg boss fame Payal Rohatgi over Instagram post

Divyabhaskar.com

Aug 13, 2019, 06:23 PM IST

મુંબઈઃ ‘બિગ બોસ’થી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ તથા મોડલ પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં ‘ટીમ પાયલ રોહતગી’ના નામથી અનેક મુદ્દે પોતાનો અભિપ્રાય આપતી હોય છે. તે પોતાના અભિપ્રાયનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે. પાયલે ઝાયરા વસીમે બોલિવૂડ છોડ્યું તેને લઈ ટિપ્પણી કરી હતી. હવે, પાયલ વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

છ પાનાં ભરીને ફરિયાદ થઈ
એડવોકેટ અલી કાશિફ ખાને 31 જુલાઈના રોજ ઓશિવારા પોલીસ સ્ટેશન તથા સાઈબર સેલમાં છ પાનાં ભરીને ફરિયાદ કરી છે. તેમણે પાયલ પર આરોપ મૂક્યો છે કે તેણે અલગ-અલગ જૂથો વચ્ચે ગેરકાયદેસર તથા અપરાધિક કૃત્યોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. તેણે એક વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનિત કરવાના ઈરાદાથી પોસ્ટ મૂકી હતી. કાશિફે ઓશિવારા પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર કિશોર ગાયકે પાસે માગણી કરી છે કે તેઓ પાયલ વિરુદ્ધ કડક પગલાં લે અને આઈપીસી તથા આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર કરે.

નફરત ફેલાવતા લોકોને બોધપાઠ મળે
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એન્ટી સેક્યુલર લોકો, જે નફરત ફેલાવી રહ્યાં છે, તેમને બોધપાઠ મળે તે માટે આ જરૂરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ગાયકેએ કહ્યું હતું કે તેમને પાયલ વિરુદ્ધ ફરિયાદ મળી છે. તેઓ તેની તપાસ કરી રહ્યાં છે. જ્યારે પાયલે પોતાની સ્પષ્ટતા આપતા એમ કહ્યું હતું કે તે પહેલાં ફરિયાદની નકલ વાંચશે અને ત્યારબાદ જ તેના વકીલ કોઈ કાનૂની પ્રતિક્રિયા આપશે.

X
Complaint against bigg boss fame Payal Rohatgi over Instagram post
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી