તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યુત જામવાલને 12 વર્ષ અગાઉના મારામારીના કેસમાંથી ક્લીન ચિટ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2007માં મુંબઈમાં ક્લબમાં પાર્ટી કરતાં સમયે એક બિઝનેસમેનના માથા પર કાચની બોટલ ફોડી હોવાનો આરોપ 

બોલિવૂડ ડેસ્ક: ‘કમાન્ડો’ ફેમ એક્ટર વિદ્યુત જામવાલને કોર્ટે મારામારીના કેસમાંથી ક્લીન ચિટ આપી દીધી છે. વિદ્યુત અને તેના એક ફ્રેન્ડ પર આરોપ હતો કે તેમણે 12 વર્ષ પહેલાં મુંબઈના એક ક્લબમાં એક બિઝનેસમેનના માથા પર કાચની બોટલ ફોડી હતી. બાંદ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટે વિદ્યુત જામવાલ અને તેના ફ્રેન્ડ વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતાં બન્નેને કેસમાંથી ફ્રી કરી દીધા છે.

વિદ્યુત જામવાલ અને તેના ફ્રેન્ડ વિરુદ્ધ કોર્ટને કોઈ પુરાવાઓ મળ્યા નથી જેનાથી બિઝનેસમેન હરીશનાથ ગોસ્વામીએ તેમના પર લગાવેલ મારામારીનો આરોપ સાબિત થાય. વિદ્યુત જામવાલના વકીલે જણાવ્યું કે, 2007માં વિદ્યુત જામવાલ મુંબઈના એક ક્લબમાં પાર્ટી કરી રહ્યો હતો તે દરમ્યાન તેણે કોઈકને શારીરિક હાનિ પહોંચાડી હતી, આ કેસમાંથી વિદ્યુતને કોર્ટે નિર્દોષ મુક્ત કરી દીધો છે. વધુમાં વકીલે જણાવ્યું કે, ટ્રાયલ દરમ્યાન અમે એવું સાબિત કરી શક્યા હતા કે એક્ટર વિરુદ્ધ કોઈ જ પ્રકારના આવા પુરાવા નથી જેનાથી તે દોષી છે તેવું સાબિત થાય.

અન્ય સમાચારો પણ છે...