અપકમિંગ / ભૂષણ કુમારે ‘ચુપકે ચુપકે’ના ટાઈટલ રાઈટ્સ ખરીદ્યા, રાજકુમાર રાવ એક્ટર ધર્મેન્દ્રનો રોલ પ્લે કરશે

‘Chupke Chupke’ remake bags rights to original Hrishikesh Mukherjee film

Divyabhaskar.com

Nov 17, 2019, 12:58 PM IST

મુંબઈઃ વર્ષ 1975મા આવેલી કોમેડી ફિલ્મ ‘ચુપકે ચુપકે’ની રીમેક બનવાની છે. ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારે ઓરિજિનલ ટાઈટલના રાઈટ્સ ખરીદ્યા છે. ચર્ચા છે કે આ રીમેકમાં ધર્મેન્દ્રનો રોલ રાજકુમાર રાવ પ્લે કરશે.

ધર્મેન્દ્રે ડો. પરિમલ ત્રિપાઠીનો રોલ પ્લે કર્યો હતો
ફિલ્મ ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્રે ડો. પરિમલ ત્રિપાઠીનો રોલ પ્લે કર્યો હતો. હવે રીમેકમાં રાજકુમાર રાવ આ રોલ નિભવાશે. ધર્મેન્દ્ર ઉપરાંત ફિલ્મમાં શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઓમપ્રકાશ તથા અસરાની હતાં. આ ફિલ્મને ઋષિકેશ મુખર્જીએ ડિરેક્ટ કરી હતી. ‘ચુપકે ચુપકે’ની રીમેક અંગે રાજકુમાર રાવે કહ્યું હતું કે હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. પહેલાં આ ફિલ્મના ટાઈટલ રાઈટ મનિષ ગોસ્વામી પાસે હતાં પરંતુ ભૂષણ કુમાર આ રાઈટ્સ ખરીદવામાં સફળ રહ્યાં હતાં. મનિષે આ ટાઈટર રાઈટ્સ આપતા કહ્યું હતું કે તેઓ ઈન્ડસ્ટ્રીના મિત્રો છે અને જરૂરિયાત સમયે એકબીજાના કામ આવશે.

હાલમાં જ રાજકુમાર રાવની ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. હાલમાં રાજકુમાર રાવ હોરર કોમેડી ફિલ્મ ‘રૂહ અફઝા’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જાહન્વી કપૂર છે.

X
‘Chupke Chupke’ remake bags rights to original Hrishikesh Mukherjee film

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી