વેલકમ બેક / રીષિ કપૂર એક વર્ષ બાદ કેન્સર ફ્રી થઈને પત્ની નીતુ સાથે મુંબઈ આવ્યા

Cancer Survivor Rishi Kapoor Returns To India After 11 Months And 11 Days
Cancer Survivor Rishi Kapoor Returns To India After 11 Months And 11 Days
Cancer Survivor Rishi Kapoor Returns To India After 11 Months And 11 Days

Divyabhaskar.com

Sep 10, 2019, 11:53 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીષિ કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂ યોર્ક કેન્સરની સારવાર માટે ગયા હતાં. અંદાજે એક વર્ષની સારવાર બાદ રીષિ કપૂર પત્ની નીતુ સાથે મુંબઈ પરત ફર્યાં છે.

ચહેરા પર ખુશી જોવા મળી
રીષિ કપૂર એક વર્ષ બાદ ભારત પરત ફર્યાં છે અને તેઓ ન્યૂ યોર્કમાં પોતાના દેશ તથા ઘરને ઘણું જ મિસ કરતાં હતાં. એરપોર્ટ પર રીષિ કપૂરના ચહેરા પર ઘણી જ ખુશી જોવા મળી હતી. તેમણે ફોટોગ્રાફર્સને સ્માઈલ સાથે પોઝ આપ્યાં હતાં. રીષિ કપૂર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં. તો નીતુ કપૂર બ્લેક ટોપ તથા ડેનિમમાં હતાં.

ન્યૂ યોર્કમાં પરિવાર તથા મિત્રોએ સાથ આપ્યો
રીષિ કપૂર જ્યારે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવતાં હતાં ત્યારે તેમના પરિવારે તેમને ઘણો જ સાથ આપ્યો હતો. આ ઉપરાંત બોલિવૂડ ફ્રેન્ડ્સ તેમને ન્યૂ યોર્કમાં મળવા જતાં હતાં. રીષિ કપૂરની પત્ની નીતુએ આ મુશ્કેલ ઘડીમાં મક્કમતાથી સાથ નિભાવ્યો હતો. રીષિએ પોતાના ઈન્ટરવ્યૂમાં પત્ની નીતુની પ્રશંસા કરી હતી. રીષિ કપૂરે ભારત પરત ફરીને ટ્વીટ કરી હતી.

સપ્ટેમ્બર એન્ડમાં શૂટિંગ શરૂ કરશે
રીષિ કપૂર 15 દિવસનો બ્રેક લઈને સપ્ટેમ્બર એન્ડમાં શૂટિંગ શરૂ કરશે. રીષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ભારત પરત ફરશે ત્યારે 15 દિવસ પરિવાર સાથે પસાર કરશે, ત્યારબાદ શૂટિંગ શરૂ કરશે.

બોલિવૂડે વેલકમ કર્યું
બોલિવૂડ સેલેબ્સે રીષિ કપૂર ભારત પરત ફરતાં તેમનું સ્વાગત કર્યું છે. ડિરેક્ટર કુનાલ કોહલીએ કહ્યું હતું, ઘર આયા મેરા પરદેશી, પ્યાસ બુઝી મેરી અંખિયન કી. વેલકમ બેક સર. તમને બહુ બધો પ્રેમ. ફોટોગ્રાફર તથા પ્રોડ્યૂસર અતુલ કાસ્બેકરે કહ્યું હતું, કમબેક પર સ્વાગત છે. આ જ રીતે ફરહાન અખ્તર, અદનાન સામી, રાજ બંસલ, રાઈટર-ડિરેક્ટર જ્યોતિ કપૂર દાસે પણ રીષિ કપૂરને લઈ ટ્વીટ કરી હતી.

X
Cancer Survivor Rishi Kapoor Returns To India After 11 Months And 11 Days
Cancer Survivor Rishi Kapoor Returns To India After 11 Months And 11 Days
Cancer Survivor Rishi Kapoor Returns To India After 11 Months And 11 Days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી