‘પાણીપત’ વિવાદ / કોટામાં ફિલ્મના તમામ શો રદ્દ, ઓનલાઈન બુકિંગ પણ કેન્સલ

ફિલ્મને લઈ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતાં લોકો
ફિલ્મને લઈ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતાં લોકો
X
ફિલ્મને લઈ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતાં લોકોફિલ્મને લઈ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતાં લોકો

Divyabhaskar.com

Dec 10, 2019, 12:47 PM IST
જયપુરઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાણીપત’ને લઈ વિવાદ વધતો જાય છે. જાટ સમાજ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. જયપુરમાં સિનેમા હોલમાં તોડફોડ કર્યાં બાદ હવે કોટામાં તમામ થિયેટર્સના શો રદ્દ કરી દેવામાં આવ્યા છે. તમામ થિયેટર્સમાંથી ‘પાણીપત’ ફિલ્મ હટાવી લેવામાં આવી છે. ગોલ્ડ સિનેમાના મેનેજર આશિષ જૈને કહ્યું હતું કે તમામ થિયેટર્સે આ ફિલ્મના શો કેન્સલ કર્યાં છે. કોટામાં 20 શો ચાલતા હતાં અને ઓનલાઈન બુકિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોટામાં ‘પદ્માવત’ ફિલ્મને લઈ થિયેટરમાં તોડફોડ કરવામાં આવી હતી. 

ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી

1. જાટ સમાજે વિરોધ પ્રગટ કર્યો

ફિલ્મ ‘પાણીપત’માં મહારાજા સૂરજમલના વ્યક્તિત્વને યોગ્ય રીતે ના બતાવવામાં આવતા જાટ સમાજમાં ગુસ્સામાં છે. કોટાના જાટ સમાજે આની આકરી નિંદા કરી છે. સમાજના પ્રતિનિધિઓએ સરકાર પાસે માગણી કરી છે કે ઈતિહાસ સાથે છેડછાડ કરનાર ડિરેક્ટરને જેલમાં મોકલવો જોઈએ અને ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકાવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજના ઈતિહાસ સાથે છેડછાડ કરવાની હિંમત કરે નહીં. 

2. કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

‘પાણીપત’ ફિલ્મમાં ઈતિહાસને તોડી મરોડીને રજૂ કરવાના વિરોધમાં સોમવારે (9 ડિસેમ્બર) ‘પ્રબુદ્ધજન વિચારમંચ’ના અધિકારીઓએ કલેક્ટરને સીએમના નામ પર આવેદન આપ્યું હતું. 

3. રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ પણ વિરોધ કર્યો

ભરતપુરના મહારાજા સૂરજમલને ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવાનો આરોપ મૂકીને વસુંધરા રાજેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મહાન, સ્વાભિમાની મહારાજા સૂરજમલનું ખોટું ચિત્રણ નિંદાકારક છે. રાજસ્થાનના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે કહ્યું હતું, ‘હું મહારાજા સૂરજમલ જાટની 14મી પેઢીનો છું. વાસ્તવિકતા એ છે કે જ્યારે પેશવા અને મરાઠા યુદ્ધ હાર્યાં બાદ ‘પાણીપત’થી પરત આવી રહ્યા હતા અને ઘાયલ થયા ત્યારે મહારાજા સૂરજમલ અને મહારાણી કિશોરીએ છ મહિના સુધી આખા મરાઠા સૈન્ય અને પેશવાઓને આશ્રય આપ્યો હતો. ખંડેરાવ હોલકરનું ભરતપુરની રાજધાની કુમ્હેરમાં નિધન થયું હતું અને આજે પણ તેમની સમાધિ ત્યાં છે.’

4. રણદીપ હુડ્ડાએ પોતાનો મત આપ્યો

‘પાણીપત’ વિવાદ પર બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ પણ ટ્વીટ કરી છે. રણદીપે કહ્યું હતું, ‘એક સમુદાયને મહાન બતાવવા માટે, બીજાને નીચા બતાવવાની જરૂર નથી. મોટાભાગે આની પ્રતિકૂળ અસર પડે છે. ભવિષ્યમાં આને લઈ વધુ પરિપક્વતાની આશા છે. તો વિરોધ કરનારને આ શુદ્ધ મનોરંજનને પોતાના પૂર્વજોની વિરાસત સાથે સાંકળવું જોઈએ નહીં. આ માત્ર એક ફિલ્મ છે.’

5. ફિલ્મને લઈ શું છે વિવાદ?

ફિલ્મમાં મહારાજા સૂરજમલને મરાઠા પેશવા સદાશિવ રાવ સાથેની વાતચીતમાં ઈમાદને દિલ્હીના વજીર બનાવવાની તથા આગ્રાનો કિલ્લો તેને સુપરત કરવાની માગ કરતા બતાવવામાં આવ્યા છે. આના પર પેશવા સદાશિવ આપત્તિ દર્શાવે છે. સૂરજમલ પણ અહમદશાહ અબ્દાલી વિરુદ્ધ યુદ્ધમાં સાથ આપવાની ના પાડે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી