લીગલ નોટિસ / રણવીર સિંહે મૂકેલા કેપ્શન બદલ રેસલર લેસનરના વકીલ હેયમેને રણવીરને લીગલ નોટિસ ફટકારી

WWE મેનેજર પોલ હેયમેન અને રેસલર બ્રોક લેસનર
WWE મેનેજર પોલ હેયમેન અને રેસલર બ્રોક લેસનર

  • હેયમેને અગાઉ કાનૂની પગલાં લેવાની ધમકી આપી હતી, પરંતુ હવે લીગલ નોટિસ મોકલી દીધી છે 
  • હેયમેને અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપને પણ ધોની માટે તેની ફેમસ લાઈન યુઝ કરવા બદલ ટોણો માર્યો હતો 

Divyabhaskar.com

Jun 21, 2019, 01:28 PM IST

બોલિવૂડ ડેસ્ક: રણવીર સિંહ હાલ તેની ફિલ્મ ‘83’માં વ્યસ્ત છે અને તે ફિલ્મને પ્રમોટ કરવાનો કોઈ મોકો છોડતો નથી. રવિવારે માન્ચેસ્ટરમાં યોજાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં તે કમેન્ટરી બોક્સમાં પણ હતો. ત્યાં તે બધા ઇન્ડિયન ક્રિકેટર્સને મળ્યો હતો તેમની સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમાં હાર્દિક પંડ્યા સાથેના ફોટોમાં તેણે જે કેપ્શન લખ્યું હતું તે બદલ રણવીર અમેરિકન રેસલર બ્રોક લેસનરના વકીલ પોલ હેયમેનની રડારમાં આવી ગયો છે. પોલ હેયમેને રણવીર સિંહને તેના કોપીરાઈટ ધરાવતાં વાક્યને યુઝ કરવા બદલ કાનૂની પગલાં લેવાની ધમકી આપ્યા બાદ તેણે રણવીરને લીગલ નોટિસ મોકલી છે.

સમગ્ર વાત એવી છે કે, રેસલર બ્રોક લેસનર અને WWE મેનેજર પોલ હેયમેન જ્યારે આવતાં અને લેસનર રિંગમાં એન્ટ્રી લે ત્યારે હેયમેન તેની માટે ઈટ, સ્લીપ, કોન્કર, રિપીટ આ ‘વોર ક્રાય’ બોલતો હતો. આટલું જ નહીં લેસનર જ્યારે રેસલિંગમાં 2003-04માં પરત ફર્યો ત્યારે આ વોર ક્રાય ઘણી ફેમસ થઇ ગઈ અને તે લેસનરના આઉટફિટ પાછળ લખેલી પણ હતી. રણવીર સિંહે આ જ વાક્યને થોડી અલગ રીતે લખ્યું હતું. રણવીરે લખ્યું હતું કે, ‘ઈટ, સ્લીપ, ડોમિનેટ, રિપીટ. ધ નેમ ઇઝ હાર્દિક પંડ્યા.’

હેયમેને રણવીરના આ ટ્વીટનો જવાબ આપતાં લખ્યું હતું કે, ‘રણવીર તું શું મજાક કરે છે? તે ઈટ, સ્લીપ, કોન્કર, રિપીટ છે. જે લેસનર અને તેના એડવોકેટનો કોપીરાઈટ છે. હું તારા પર કેસ ફાઈલ કરી શકું છું.’

પોલ હેયમેને કહ્યું કે, ‘મેં ધમકી નથી આપી. મેં લીગલ નોટિસ મોકલી છે. મારે ખાસ ચોખવટ કરવી છે કે હું મેનેજર નથી, હું વકીલ છું અને હું ઇતિહાસનો સૌથી બેસ્ટ વકીલ છું.’

આ લીગલ નોટિસને લઈને હજુ સુધી રણવીર સિંહે કોઈ કમેન્ટ કરી નથી.

આ પહેલીવાર નથી કે WWEના મેનેજર હેયમેને તેના ફેમસ વાક્યના ઉપયોગ બદલ તે વ્યક્તિને તેના કોપીરાઈટની વાત યાદ કરાવી હોય. અગાઉ તેણે ક્રિકેટ વર્લ્ડ કપના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટને પણ એમએસ ધોની માટે તેના વાક્યને થોડા ફેરફાર સાથે યુઝ કરવા બદલ પણ કોપીરાઈટનો દાવો માંડ્યો હતો. ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપે ધોનીના વખાણ કરતાં લખ્યું હતું કે, ઈટ સ્લીપ, ફિનિશ ગેમ્સ, રિપીટ. હેયમેને તેમને વળતો જવાબ આપતાં લખ્યું હતું કે, ‘મારું એકદમ (ઇન)સિન્સિઅર કોમ્પ્લિમેન્ટ ક્રિકેટ વર્લ્ડ કપને, મારા ફેમસ મંત્રથી અમેઝિંગ ધોનીના વખાણ કર્યા. અમારી રોયલ્ટી કેશ, ચેક, સ્ટોક કે ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવી શકશો.’

X
WWE મેનેજર પોલ હેયમેન અને રેસલર બ્રોક લેસનરWWE મેનેજર પોલ હેયમેન અને રેસલર બ્રોક લેસનર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી