બોક્સ ઓફિસ / બોલિવૂડનો બ્લોકબસ્ટર ખાન છે સલમાન, 10 વર્ષમાં 14 ફિલ્મ્સે 2727 કરોડની કમાણી કરી

Divyabhaskar.com

Jun 13, 2019, 01:17 PM IST
Bollywood's blockbuster Khan is Salman, 14 films in 10 years earned Rs 2,727 crore
X
Bollywood's blockbuster Khan is Salman, 14 films in 10 years earned Rs 2,727 crore

મુંબઈઃ બોલિવૂડના બિગ સ્ટાર્સમાંથી સલમાન ખાન એક છે. છેલ્લાં 10 વર્ષમાં સલમાન ખાનની ફિલ્મ્સે બોલિવૂડની કમાણીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. દર વર્ષે સલમાન ખાનની એક ફિલ્મ બ્લોકબસ્ટર હોય છે. ડિસ્ટ્રીબ્યૂટર્સ પણ સલમાન ખાનની ફિલ્મ્સની આતુરતાથી રાહ જોતા હોય છે. છેલ્લાં એક દાયકામાં સલમાનની ફિલ્મ્સે 2727 કરોડની કમાણી કરી છે.

દર વર્ષે સલમાન ખાનનું કોન્ટ્રીબ્યૂશન

વર્ષ 2010
1.

આ વર્ષે સલમાનની 'દબંગ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 138.88 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી છે અને હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ આવવાનો છે.

વર્ષ 2011
2.

આ વર્ષે સલમાન ખાનની 'રેડી' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 120 કરોડની કમાણી કરી હતી. આ જ વર્ષે ઈદ પર સલમાનની 'બોડીગાર્ડ' રિલીઝ થઈ હતી, જેણે 142 કરોડની કમાણી કરી હતી. બંને ફિલ્મ્સ થઈને સલમાને 262 કરોડનું કોન્ટ્રીબ્યૂશન આપ્યું હતું.

વર્ષ 2012
3.

આ વર્ષે સલમાનની 'એક થા ટાઈગર' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 198 કરોડનો બિઝનેસ કર્યો હતો. 'દબંગ 2'એ 158.50 કરોડ કમાયા હતાં. એટલે સલમાન ખાનની ફિલ્મ્સે 356.5 કરોડનું યોગદાન આપ્યું હતું.  

વર્ષ 2014
4.

વર્ષ 2013માં સલમાન ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. 2014માં રિલીઝ થયેલી 'જય હો'એ 111 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સિવાય 'કિક' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 233 કરોડની કમાણી કરી હતી. સલમાનની બંને ફિલ્મ્સે 344 કરોડની કમાણી કરી હતી.

વર્ષ 2015
5.

વર્ષ 2015માં સલમાનની બે ફિલ્મ્સે 200 કરોડ કરતાં વધુ કમાણી કરી હતી. 'બજરંગી ભાઈજાન'એ 320.34 કરોડ અને 'પ્રેમ રતન ધન પાયો'એ 207.40 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે સલમાને 527.74 કરોડનું કોન્ટ્રીબ્યૂશન આપ્યું હતું.

વર્ષ 2016
6.

2016માં સલમાનની 'સુલ્તાન' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 300.45 કરોડનો બિઝનેસ કર્યો હતો.

વર્ષ 2017
7.

આ વર્ષે રિલીઝ થયેલી સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ' ચાહકોને પસંદ આવી નહોતી તેમ છતાંય ફિલ્મે 121.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. સલમાનની બીજી ફિલ્મ 'ટાઈગર જિંદા હૈં'એ રિલીઝ થઈ હતી, જેણે 339.16 કરોડની કમાણી કરી હતી. સલમાનની બંને ફિલ્મ્સે 460.41 કરોડનું યોગદાન આપ્યું હતું.

વર્ષ 2018
8.

આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3'એ માત્ર 169 કરોડની કમાણી કરી હતી.

વર્ષ 2019
9.

'ભારત'એ સાત દિવસની અંદર 167.60 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ 200 કરોડથી વધુ કમાણી કરી તેવી શક્યતા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી