સેલેબ લાઈફ / બોલિવૂડના સિરિયલ કિસર ઈમરાન હાશ્મીએ લેમ્બોર્ગિની કાર પાંચ કરોડ રૂપિયામાં ખરીદી

Bollywood's actor  emraan hashmi bought Lamborghini Aventador  worth rs 5 crore

Divyabhaskar.com

Jul 11, 2019, 03:23 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં સિરિયલ કિસર તરીકે જાણીતા એક્ટર ઈમરાન હાશ્મીએ હાલમાં જ સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. હાલમાં જ ઈમરાન મુંબઈના રસ્તાઓ પર આ કાર ચલાવતો જોવા મળ્યો હતો. પીળા રંગની આ કારની કિંમત 5.65થી 6.28 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ V12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

વીડિયો જોઈ યુઝર્સે કરી કમેન્ટ્સ
ઈમરાનનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈએ ઈમરાનની કારના વખાણ કર્યાં તો કોઈએ તેને ટ્રોલ પણ કર્યો છે. એક યુઝરે ખરાબ રસ્તો જોઈને કહ્યું હતું, 'વાહ, શું રસ્તો છે લેમ્બોર્ગિની માટે..' તો અન્ય એકે કહ્યું હતું, 'કિસ કરતાં કરતાં કેટલો અમીર બની ગયો...'

ઈમરાન ડિજિટલ ડેબ્યૂ કરશે
ઈમરાન હાશ્મી નેટફ્લિક્સ ઓરિજનલ વેબ સીરિઝ 'બાર્ડ ઓફ બ્લડ'થી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ વેબ સીરિઝને શાહરુખ ખાન પ્રોડ્યૂસ કરે છે. 'બાર્ડ ઓફ બ્લડ'વેબ સીરિઝ 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ વેબ સીરિઝના 8 એપિસોડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 'બાર્ડ ઓફ બ્લડ' વેબ સીરિઝ ઓથર બિલાલ સિદ્દીકીની બુક 'બાર્ડ ઓફ બલ્ડ' પર આધારિત છે. આ વેબ સીરિઝમાં ઇમરાન પ્રોફેસર કબીર આનંદના રોલમાં છે. આ ઉપરાંત સીરિઝમાં અમાયરા દસ્તુર, શશાંક અરોરા, કીર્તિ કુલ્હારી, વિનીત કુમાર સિંહ, જયદીપ અહલાવત વગેરે જેવા કલાકારો છે. આ વેબ સીરિઝને રિભુ દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે.

હાલમાં જ 'ચેહરે'નું શૂટિંગ પૂરું કર્યું
ઈમરાને હાલમાં જ અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'ચેહરે'નું શૂટિંગ પૂર્ણ કર્યું. રૂમી જાફરીની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ સિવાય ઈમરાન હાશ્મી એક્ટર જ્હોન અબ્રાહમ સાથે 'મુંબઈ સાગા'માં જોવા મળશે. આ ફિલ્મ સંજય ગુપ્તા ડિરેક્ટ કરવાના છે અને ફિલ્મ ગેંગસ્ટર્સ પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ઈમરાન છેલ્લે 'વ્હાય ચીટ ઈન્ડિયા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

X
Bollywood's actor  emraan hashmi bought Lamborghini Aventador  worth rs 5 crore

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી