લોન્ચિંગ / રાનુ મંડલની સોંગ લોન્ચિંગ ઈવેન્ટમાં હિમેશ રેશમિયા રડી પડ્યો

ડાબેથી, સોનિયા કપૂર, હિમેશ રેશમિયા, રાનુ મંડલ તથા દીપશીખા ભગનાની
ડાબેથી, સોનિયા કપૂર, હિમેશ રેશમિયા, રાનુ મંડલ તથા દીપશીખા ભગનાની
રાનુ મંડલ તથા હિમેશ રેશમિયા
રાનુ મંડલ તથા હિમેશ રેશમિયા

Divyabhaskar.com

Sep 11, 2019, 06:30 PM IST

મુંબઈઃ બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર હિમેશ રેશમિયાએ હાલમાં જ રાનુ મંડલના ડેબ્યૂ સોંગને લોન્ચ કર્યું હતું. રાનુએ હિમેશની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’માં ‘તેરી મેરી કહાની’ ગીત ગાયું હતું. આ ગીતનું ટીઝર થોડાં સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. રાનુની વાત કરતાં સમયે હિમેશ રડી પડ્યો હતો.

હિમેશ ભાંગી પડ્યો હતો
લોન્ચિંગ ઈવેન્ટમાં રાનુ મંડલની વાત કરતાં સમયે હિમેશ ભાંગી પડ્યો હતો. આ સમયે હિમેશની પત્ની સોનિયા પતિને સાંત્વના આપતી જોવા મળી હતી.

રાનુ મંડલ કેવી રીતે ચર્ચામાં આવ્યાં?
રાનુનાં ગીતનો વીડિયો ‘બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ’ નામના ફેસબુક અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. ગ્રે હેર અને ચહેરા પર એક સ્માઈલ સાથે તેઓ કર્ણપ્રિય અવાજમાં સિંગર લતા મંગેશકરે ગાયેલું ગીત ‘એક પ્યાર કા નગ્મા’ ગાઈ રહ્યાં હતાં. 'એક પ્યાર કા નગમા હૈ' સોંગ વર્ષ 1972માં આવેલી 'શોર' ફિલ્મનું છે. ફેસબુક પર તેમનો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ હિમેશને રાનુનો અવાજ ઘણો જ પસંદ આવ્યો હતો. ત્યારબાદ હિમેશે પોતાની ફિલ્મમાં રાનુને ગીત ગાવાની તક આપી હતી. પહેલું ગીત પસંદ આવતા હિમેશે બીજા બે ગીત પણ રાનુ પાસે ગવડાવ્યાં હતાં.

X
ડાબેથી, સોનિયા કપૂર, હિમેશ રેશમિયા, રાનુ મંડલ તથા દીપશીખા ભગનાનીડાબેથી, સોનિયા કપૂર, હિમેશ રેશમિયા, રાનુ મંડલ તથા દીપશીખા ભગનાની
રાનુ મંડલ તથા હિમેશ રેશમિયારાનુ મંડલ તથા હિમેશ રેશમિયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી