તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ યશરાજ ફિલ્મ્સ તથા એક્સેલ એન્ટરટેઈન્મેન્ટે સાથે મળીને આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ તથા ‘તૂફાન’ને એકબીજા સાથે રિલીઝ ડેટ્સ એક્સચેન્જ કરી છે. પહેલાં ‘જયેશભાઈ જોરદાર’ 18 સપ્ટેમ્બરે અને ‘તૂફાન’ બીજી ઓક્ટોબરે રિલીઝ થવાની હતી.
#Toofaan will now release on 18th September, 2020 pic.twitter.com/l4X4fRlF0m
— Farhan Akhtar (@FarOutAkhtar) March 13, 2020
રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ હવે બીજી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. જ્યારે ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ 18 સપ્ટેમ્બરે રિલીઝ થશે. હવે, રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની ટક્કર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ સાથે થશે. ફરહાન અખ્તરની ફિલ્મ તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરુબા’ સાથે ટકરાશે.
‘સરદાર ઉધમ સિંહ’ આવતા વર્ષે રિલીઝ થશે
વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષે 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. વિકી કૌશલે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.
રણવીર સિંહ ગુજરાતીના રોલમાં
ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ ગુજરાતી બન્યો છે. ફિલ્મમાં ‘અર્જુન રેડ્ડી’ ફૅમ શાલિની પાંડે છે. આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યો છે.
ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ની વાત કરવામાં આવે તો ફિલ્મમાં એક્ટર પ્રોફેશનલ બોક્સરના રોલમાં છે. આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તર છેલ્લાં એક વર્ષથી તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં ફરહાન ઉપરાંત પરેશ રાવલ, મૃણાલ ઠાકુર, ઈશા તલવાર જેવા કલાકારો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.