નિવેદન / વિધુ વિનોદ ચોપરાએ ‘શિકારા’માં કાશ્મીરી પંડિતોનું દુઃખ વેચીને પૈસા કમાવવાના આરોપ પર સ્પષ્ટતા કરી

bollywood director Vidhu Vinod Chopra on being accused of selling pain of Kashmiri Pandits in Shikara:
X
bollywood director Vidhu Vinod Chopra on being accused of selling pain of Kashmiri Pandits in Shikara:

Divyabhaskar.com

Feb 13, 2020, 07:14 PM IST

મુંબઈઃ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’ રિલીઝ થયા બાદથી વિવાદમાં આવી ગઈ છે. અનેક લોકોએ આ ફિલ્મ પર કાશ્મીરી પંડિતોના દુઃખનું વેપારીકરણ કરવાનો આરોપ મૂક્યો છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈના કેસી કોલેજ આવેલા વિધુ વિનોદ ચોપરાએ આ લોકોને જવાબ આપ્યો હતો. વિધુ વિનોદ ચોપરાએ તેમના સ્ટેટમેન્ટમાં ગધેડા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ગધેડા ના બનોઃ ચોપરા
ચોપરાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, મેં ‘3 ઈડિયટ્સ’ પ્રોડ્યૂસ કરી હતી, જેણે પહેલાં દિવસે 33 કરોડની કમાણી કરી હતી. મને એ પણ ખબર હતી કે ‘શિકારા’નું ફર્સ્ટ ડે કલેક્શન 30 લાખ રૂપિયા હશે. તેમ છતાંય અમને આ ફિલ્મ બનાવવામાં 11 વર્ષનો સમય લાગ્યો. આજના સમયમાં જુઓ તો આ કેટલું ફની છે. હું એ ફિલ્મ બનાવું છે, જે પહેલાં દિવસે 30 કરોડની કમાણી કરે છે. જ્યારે હું મારી માતાની યાદમાં 30 લાખની ફિલ્મ બનાવું છું તો લોકો એમ કહે છે કે મેં કાશ્મીરી પંડિતોના દુઃખનું વેપારીકરણ કર્યું. મને ખ્યાલ છે કે જે લોકો આવું વિચારે છે, તે ગધેડા છે. હું તમને કહેવા માગીશ કે તમે ગધેડા ના બનો. પહેલાં ફિલ્મ જુઓ અને પછી તમારો અભિપ્રાય આપો. 

આ પહેલાં વિધુ વિનોદ ચોપરાએ આ સંદર્ભમાં એક ઓપન લેટર લખ્યો હતો. યંગ ઈન્ડિયન્સના નામથી લખાયેલા આ લેટરમાં તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. 

‘શિકારા’ વિવાદ પર ચોપરાની સ્પષ્ટતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી