પ્રતિક્રિયા / ક્રિકેટ વર્લ્ડકપમાંથી ટીમ ઈન્ડિયા બહાર થતાં બોલિવૂડ સેલેબ્સ નિરાશ પરંતુ ખેલાડીઓની હિંમત વધારી

Bollywood celebs react to team India's loss in ICC World Cup 2019
X
Bollywood celebs react to team India's loss in ICC World Cup 2019

Divyabhaskar.com

Jul 11, 2019, 11:58 AM IST

મુંબઈઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમી ફાઈનલ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થતાં જ ફાઈનલમાંથી બહાર નીકળી ગયું છે. ટીમ ઈન્ડિયાની હાર થતાં જ ભારતીય ચાહકો નિરાશ થઈ ગયા હતાં અને ટીમ ઈન્ડિયાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવા લાગ્યા હતાં. બોલિવૂડ સેલેબ્સે ટીમ ઈન્ડિયાને આ નિરાશામાંથી બહાર આવવાની વાત કરી અને તેમને હિંમત આપી છે.

કયા સેલેબ્સે શું કહ્યું?

1. આમિર ખાન

હાર્ડ લક વિરાટ. આજે આપણો દિવસ નહોતો. મારા માટે ઈન્ડિયાએ ત્યારે જ વર્લ્ડ કપ જીતી લીધો હતો જ્યારે આપણે નંબર વન બનીને સેમી ફાઈનલમાં પહોંચ્યા હતાં. પૂરી ટૂર્નામેન્ટમાં આપણે ઘણું જ સારું રમ્યાં છીએ. હું બસ એટલું જ કહીશ કે જો કાલે વરસાદ ના થયો હોત તો આજે પરિણામ કંઈક અલગ જ હોત. વેલ ડન, મને મારી ટીમ પર ગર્વ છે. પ્રેમ..

2. અમિતાભ બચ્ચન

શું રમત રમ્યા તમે.. તમે રમ્યાં અને ચેમ્પિયનની જેમ જ રમ્યાં. તમે હજી પણ વિશ્વની સૌથી મહાન અને સારી ટીમ છો.

3. સુનિલ શેટ્ટી

ગઈકાલનો દિવસ આપણો હતો અને આજનો દિવસ તેમનો હતો. તમે થોડું જીત્યાં...થોડું હાર્યાં... સારું રમી ટીમ ઈન્ડિયા. હું હંમેશાથી તમારો ફૅન છું.

4. વરુણ ધવન

સન્માન તથા આભાર ભારતીય ટીમનો, જેણે આપણને આટલું બધું આપ્યું.

5. રિતેશ દેશમુખ

ટીમ ઈન્ડિયા હારતા દુઃખ થયું પરંતુ ટીમ ઈન્ડિયા પર ગર્વ છે

6. બમન ઈરાની

આ તમામ આંગળીઓ ઉદાસ થઈને એ ટાઈપ કરી રહી છે, જે તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું. ન્યૂઝીલેન્ડના પ્રયાસો માટે તેમના વખાણ કરવા જ રહ્યાં. તેમને આને સારી રીતે સમજ્યું અને સારી રીતે રમત રમી. ટીમ ઈન્ડિયા અમને ગૌરવ અપાવવા બદલ આભાર અને ચીયર્સ

7. અનુપમ ખેર

આભાર ભારતીય ક્રિકેટ ટીમ, તમારી રમત તથા તમારા પ્રયાસો માટે. તમે બહુ જ સારું રમ્યાં છો. તમે સાથે રહ્યાં. તમે અમારી અંદર રહેલા ભારતીયને બહાર લાવ્યા. જોકે, એમ કહેવું જોઈએ કે તમે અમારી અંદર રહેલા તિરંગાને બહાર કાઢ્યો. તમે હંમેશા અમારા માટે હિરો જ રહેશો. અમે તમને ઘણો જ પ્રેમ કરીએ છીએ.

8. સૌફી ચૌધરી

જાડેજા તમે છેલ્લે સુધી આશા બંધાવી રાખી કે આપણે જ જીતીશું. તમે બોલિંગ કરી કે બેટિંગ, મેદાન પર છવાઈ ગયા. દિલથી રમ્યાં અને અંત સુધી આશા રખાવવા બદલ આભાર.

9. અર્જુન રામપાલ

તમે બધા જ બહુ સારું ક્રિકેટ રમ્યાં. આજે બસ આપણો દિવસ નહોતો. હું વિચારી પણ નથી શકતો કે તમને લોકોને કેટલું ખરાબ લાગતું હશે. તમે બધી જ મેચો શાનદાર રમ્યાં છો, તે માટે આભાર. અમને ખુશ કરવા માટે તમે ઘણું જ કર્યું છે. લવ માય ટીમ.

10. હુમા કુરૈશી

જાડેજા તથા ધોનીએ ઘણો જ સારો પ્રયાસ કર્યો. આપણે ઘણાં જ નજીક રહ્યાં પરંતુ બહુ જ દૂર ગયા. નિરાશ થઈ ગયા.

11. બિપાશા બાસુ

ભવિષ્યની ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા બેસ્ટ ઓફ લક. અમને તમારા પર ગર્વ છે. આજે બસ એક ખરાબ દિવસ હતો. ધોની અને જાડેજા તમે ઘણું જ સારું રમ્યાં

12. એશા ગુપ્તા

તમે અંત સુધી ટક્કર આપી પરંતુ આ માત્ર એક રમત છે. તમે થોડું જીત્યાં અને થોડું હાર્યા પરંતુ તમે અમને ગર્વ અપાવ્યો. આભાર ટીમ ઈન્ડિયા...

13. રણદીપ હુડ્ડા

ધોની આઉટ થતાં દિલ તૂટી ગયું

14. તાપસી પન્નુ

તૂટેલાં દિલની ઈમોજી શૅર કરી

15. અનિલ કપૂર
16. કરન જોહર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી