શ્રદ્ધાંજલિ  / અક્ષય કુમાર સહિતના સેલેબ્સે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યા

bollywood celebs pay tribute to Pulwama martyrs

Divyabhaskar.com

Feb 14, 2020, 03:59 PM IST

મુંબઈઃ અક્ષય કુમારે ટ્વિટર પર ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને યાદ કર્યાં હતાં. જ્હોન અબ્રાહમ, રિચા ચઢ્ઢા, વિશાલ દદલાણી સહિતના સેલેબ્સે જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અક્ષય કુમારે ટ્વીટ કરી હતી, પ્રેમના દિવસે, આપણે એ લોકોને યાદ કરીએ જેમણે દેશને સૌથી વધુ પ્રેમ કર્યો. તેમના બલિદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. પુલવામા હુમલાના શહીદોને નમન. આપણે ક્યારેય ભૂલ્યા નથી, આપણે ક્યારેય માફ કર્યા નથી.

જ્હોન અબ્રાહમે ટ્વીટ કરી હતી, તેઓ હંમેશાં આપણા હૃદયમાં છે. નમન. આદર.

રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરી હતી, 14 ફેબ્રુઆરી હંમેશાં એ વાત યાદ અપાવશે કે આપણા ઈન્ટેલિજન્સની ભૂલને કારણે 44 સીઆરપીએફ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. આશા છે અસલી ગદ્દાર તથા હિઝબુલને સાથ આપનાર દેવેન્દર સિંહની જર્નલિસ્ટ તપાસ કરશે.

સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ કહ્યું હતું, એક વર્ષ પહેલાં પુલવામા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતાં. તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ. આ ઘટના બાદ કેટલાંક સવાલો ઊઠાવવામાં આવ્યા હતાં પરંતુ આજે પણ તેમના જવાબ મળ્યા નથી.

એક્ટર તથા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સની દેઓલે કહ્યું હતું, પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને સત સત નમન.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જમ્મુ-કાશ્મીર હાઈવે પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આના જવાબમાં ભારતે બાલાકોટ પર હુમલો કર્યો હતો.

X
bollywood celebs pay tribute to Pulwama martyrs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી