તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Bollywood Art Director Nitin Desai To Design Stage At Oath Venue Of Uddhav Thackeray

ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ માટેનો સ્ટેજ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ ડિઝાઈન કર્યો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરે આજે (28 નવેમ્બર) સાંજે 6.40 શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. શપથવિધિ માટે જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો, તે સ્ટેજ આર્ટ ડિઝાઈનર નીતિન દેસાઈએ તૈયાર કર્યો હતો. નિતિન દેસાઈનું બોલિવૂડ સાથે ખાસ કનેક્શન છે.

છેલ્લાં 20 વર્ષમાં ત્રીજીવાર સ્ટેજ બનાવ્યો
શપથ સમારંભમાં જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ સ્ટેજ તૈયાર કર્યો છે. 1995મા જ્યારે પહેલી જ વાર શિવસેના તથા ભાજપની સંયુક્ત સરકાર બની ત્યારે મનોહર જોષીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આ સમયે નિતિન દેસાઈએ સ્ટેજ તૈયાર કર્યો હતો. આટલું જ નહીં વર્ષ 2014મા જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પણ નિતિન દેસાઈએ જ સ્ટેજ તૈયાર કર્યો હતો. નિતિન દેસાઈએ હાલમાં જ રિલીઝ થનારી ફિલ્મ ‘પાણીપત’ ફિલ્મનો પણ સેટ ડિઝાઈન કર્યો છે. 

1) કોણ છે નિતિન દેસાઈ?

મુલુંડમાં જન્મેલા નિતિન ચંદ્રકાંત દેસાઈએ મરાઠી સ્કૂલ વામનરાવ મુરાંજન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે જે જે સ્કૂલ ઓફ આર્ટ તથા એલ એસ રાહેજા સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો હતો. 

મે, 1987મા નિતિન દેસાઈ સૌ પહેલીવાર મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયો ગયા હતાં. અહીંયા તેઓ જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિશિ રોયની ટીમમાં જોડાયા હતાં. તેમણે સૌ પહેલીવાર ટીવી સિરિયિલ ‘તમસ’માં (1987) ડિરેક્ટર ગોવિંદા નિહલાનીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે સાડા પાંચ વર્ષ સુધી ટીવી સીરિઝ ‘કબીર’માં આર્ટ ડિરેક્ટરના સહાયક તરીકે કામ કર્યું હતું. ‘ચાણક્ય’ના 25 એપિસોડમાં આર્ટ ડિરેક્ટરના સહાયક તરીકે કામ કર્યું હતું પરંતુ 26મા એપિસોડથી તેઓ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરવા લાગ્યા હતાં. 

1993મા અધિકારી બ્રધર્સની ફિલ્મ ‘ભૂકંપ’માં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું પરંતુ તેમને ખરી ઓળખ 1994મા આવેલી વિધુ વિનોદ ચોપરાની પીરિયડ ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’થી મળી હતી. 

1994મા નિતિન દેસાઈનું નામ જાણીતું બન્યું હતું પરંતુ તેમના કરિયર માટે હોલિવૂડ ફિલ્મ ‘ધ જંગલ બુક’ માઈલ સ્ટોન સાબિત થઈ હતી. નિતિશ રોય પાસે હોલિવૂડના બે પ્રોજેક્ટ્સ આવ્યા હતાં, જેમાં તેમણે એક પ્રોજેક્ટ સમીર ચંદા (‘રંગ દે બસંતી’ તથા ‘ગજની’ ફૅમ આર્ટ ડિરેક્ટર) તથા એક પ્રોજેક્ટ નિતિન દેસાઈને આપ્યો હતો. નિતિશ રોયે નિતિન દેસાઈને જે પ્રોજેક્ટ આપ્યો હતો, તેનું નામ ‘ધ જંગલ બુક’ હતું. આ ફિલ્મમાં નિતિન દેસાઈએ જબરજસ્ત કામ કરીને પોતાની અલગ જ ઓળખ બનાવી હતી. આ ફિલ્મ બાદ નિતિન દેસાઈએ ક્યારેય પાછળ ફરીને જોયુ નથી.

નિતિન દેસાઈએ ‘પરિંદા’, ‘ખામોશી’, ‘બાદશાહ’, ‘ડો. બાબાસાહેબ આંબેડકર’, ‘રાજુ ચાચા’ જેવી ફિલ્મ્સમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું, જ્યારે ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ ‘સલામ બોમ્બે’, ‘અમોક’ (ફ્રેન્ચ ફિલ્મ), ‘કામસૂત્રા’, ‘સચ અ લોંગ જર્ની’ (કેનેડિયન ફિલ્મ), ‘હોલી સ્મોક’ જેવી ફિલ્મ્સના સેટ બનાવ્યા હતાં. વર્ષ 2008મા આવેલી ‘સ્લમડોગ મિલિયોનર’ના બે સેટ બનાવ્યા હતાં, જેમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટનો સમાવેશ થાય છે. નિતિન દેસાઈએ ટીવી સિરિયલ ‘તાજ મહેલ’નો ઈન્ટિરિયર સેટ પણ ડિઝાઈન કર્યો હતો. નિતિન દેસાઈએ રાજકુમાર હિરાની, સંજય લીલા ભણશાલી, આશુતોષ ગોવારિકર જેવા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. નિતિન દેસાઈએ બોલિવૂડની જાણીતી ફિલ્મ્સ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘લગાન’, ‘દેવદાસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘દોસ્તાના’, ‘જોધા અકબર’ તથા ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ સહિતની ફિલ્મ્સના સેટ ડિઝાઈન કર્યાં છે.

નિતિન દેસાઈએ વર્ષ 2003મા પ્રોડ્યૂસર તરીકે પહેલી ફિલ્મ ‘દેશ દેવી મા આશાપુરા’ નામની ફિલ્મ બનાવી હતી. ત્યારબાદ નિતિન દેસાઈએ વર્ષ 2005મા કરજતમાં 52 એકરમાં એનડી સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. જોકે, પછીથી આ સ્ટૂડિયોનો 50 ટકા હિસ્સો રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે ખરીદ્યો હતો અને 50 ટકા હિસ્સો નિતિન દેસાઈ પાસે છે. નિતિન દેસાઈએ મરાઠી સિરિયલ ‘રાજા શિવછત્રપતિ’ બનાવી હતી, જે ઘણી જ સફળ રહી હતી. નિતિન દેસાઈએ મરાઠી બાયોપિક ફિલ્મ ‘બાલગાંધર્વ’ બનાવી હતી, જે વર્ષ 2011મા રિલીઝ થઈ હતી. આટલું જ નહીં ‘અમેરિકન ગોટ ટેલેન્ટ’ પર આધારિત તેમણે મરાઠી ટીવી શો ‘મરાઠી પૌલ પડતે પુઢે’ નામનો શો બનાવ્યો હતો, જેમાં યંગ ટેલેન્ટને તક આપવામાં આવતી હતી. 

નિતિન દેસાઈએ ‘હમ સબ એક હૈં’ (1998-2001) ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મ્સ ‘દૌડઃ ફન ઓન ધ રોડ’, ‘હેલ્લો જય હિંદ’ તથા ‘બાલ ગાંધર્વ’માં પણ કામ કર્યું હતું. ડિરેક્ટર તરીકે તેમણે બે ફિલ્મ્સ ડિરેક્ટર કરી છે, જેમાં ‘હેલ્લો જય હિંદ’ તથા ‘અજીન્તા’નો સમાવેશ થાય છે. 

નિતિન દેસાઈને સૌ પહેલી વાર 1999મા જબ્બર પટેલ ડિરેક્ટેડ અંગ્રેજી ફિલ્મ ‘ડો. બાબાસાહેબ આંબડેકર’ માટે બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2000મા ‘હમ દિલ દે ચૂકે સનમ’, 2002મા ‘લગાન’ માટે તથા વર્ષ 2003મા ‘દેવદાસ’ માટે બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2016મા દિલ્હીમાં યોજાયેલ વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલનો સેટ પણ નિતિન દેસાઈએ જ બનાવ્યો હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો