ટીઝર / વિદ્યા બાલને હ્યુમન કમ્પ્યુટર તરીકે જાણીતા શકુંતલા દેવીની બાયોપિકનું ટીઝર લોન્ચ કર્યું

bollywood actress Vidya Balan launched teaser of Shakuntala Devi

Divyabhaskar.com

Sep 16, 2019, 12:46 PM IST

મુંબઈઃ ‘મિશન મંગલ’ જેવી હિટ ફિલ્મ આપ્યા બાદ હવે એક્ટ્રેસ વિદ્યા બાલન ‘શકુંતલા દેવી’ ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ગણિત તજજ્ઞ શકુંતલા દેવીના જીવન પર આધારિત છે. હાલમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક તથા ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે 2020મા ઉનાળામાં રિલીઝ થશે.

વિદ્યાએ શૅર કર્યું
વિદ્યા બાલને ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર તથા ફર્સ્ટ લુક શૅર કર્યો છે. ટીઝરમાં શકુંતલા દેવીનું ઈન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. વિદ્યા બાલન સામાન્ય રીતે સાડી તથા ડ્રેસમાં જ જોવા મળે છે. આ ફિલ્મમાં પણ તેણે સાડી જ પહેરી છે. જોકે, બોબકટ હેરમાં વિદ્યાનો અલગ અંદાજ જોવા મળે છે.

શકુંતલા દેવીથી પ્રભાવિત
ફિલ્મ ડિરેક્ટર અનુ મેનને કહ્યું હતું કે તે હંમેશાથી શકુંતલા દેવીથી પ્રભાવિત રહી છે. તે માને છે કે શકુંતલા દેવી એકસ્ટ્રા ઓર્ડિનરી મહિલા હતાં અને તેઓ સમય કરતાં આગળ તથા પોતાના નિયમો પર ચાલનારા હતાં. વિદ્યા બાલને કહ્યું હતું કે તે આ બાયોપિકને લઈ ઘણી જ ઉત્સાહી છે. તેને શકુંતલા દેવીની આકર્ષક પર્સનાલિટી તથા જીવન ઘણું જ પસંદ આવ્યું છે. .

કોણ હતાં શકુંતલા દેવી?
શકુંતલા દેવી ઈન્ડિયન ઓથર તથા મેન્ટલ કેલક્યુલેટર હતાં. તેઓ મનમાં જ બધી ગણતરી કરી શકવાની ક્ષમતા ધરાવતા હતાં અને તેને કારણે તેઓ હ્યુમન કમ્પ્યુટર તરીકે લોકપ્રિય હતાં. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાયું હતું.

X
bollywood actress Vidya Balan launched teaser of Shakuntala Devi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી