મુંબઈઃ સોનાક્ષી સિંહાએ હાલમાં જ તેની બૉડીને લઈ કમેન્ટ્સ કરનાર ટ્રોલર્સને જવાબ આપ્યો છે. સોનાક્ષીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં યુઝર્સે તેની બૉડીને લઈ કેવી કમેન્ટ્સ કરી હતી, તે વાંચે છે અને પછી તે કહે છે કે હવે તે આ બધી વાતોની પરવા કરતી નથી.
સોનાક્ષીએ વીડિયો શૅર કર્યો
સોનાક્ષીએ પોતાના વીડિયોને કેપ્શન આપ્યું હતું, ચાલો, રૂમમાં બેસેલા હાથી પર વાત કરીએ. વર્ષો સુધી મારા વજનને લઈ મને ટ્રોલ કરવામાં આવતી હતી. મને ક્યારેય આના પર પ્રતિક્રિયા આપવાની જરૂર લાગી નહોતી. હું માનું છું કે મારો ઉદ્દેશ તેમના કરતાં ઘણો જ મોટો છે.
વીડિયોમાં સ્ટ્રાઈપ્ડ પેન્ટસૂટમાં સજ્જ સોનાક્ષી સોશિયલ મીડિયામાં મળેલી કમેન્ટ્સ વાંચે છે અને કહે છે, ટ્રોલર્સ, તેઓ પોતાને આ જ રીતે ઓળખાવે છે. આ લોકો તમારા પોઝિટિવ વાઈબને મારવા માગે છે. તેમની પાસે બીજાને જજ કરવાનો સમય જ સમય છે અને તેઓ પોતે કોઈ કામ કરતાં જ નથી, તેથી તેઓ ગમે તે કહી શકે છે. ક્યારેક આપણને ગુસ્સો આવે છે, ક્યારેક આપણી લાગણી દુભાય છે પરંતુ હવે આપણને હસવું આવે છે. કારણ કે આ લોકો એક મજાક માત્ર છે. વધુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે મેં 30 કિલો કરતાં વધુ વજન ઉતાર્યું છતાં પણ તેઓ આ જ કહે છે. ત્યારથી મેં તેમને સાંભળવાના બંધ કરી દીધા હતાં. કારણ કે સોનાક્ષી સિંહા અહીંયા એક કારણથી છે, મેં તેને એવી જ બનાવી છે, જેવી હું છું. મારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. મેં ક્યારેય મારા કર્વ્સ, મારું વજન અને મારી ઇમેજ છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. હું અહીંયા કોઈ માપપટ્ટીના નંબર માટે નથી અને આ જ વાત મને તેમના કરતાં મોટી બનાવે છે.
ચાહકોએ વખાણ કર્યાં
સોનાક્ષી સિંહાએ આ વીડિયો શૅર કર્યાં બાદ ચાહકોએ તેની પ્રશંસા કરી હતી. એક ચાહકે કહ્યું હતું, તેને હંમેશાંથી સોનાક્ષી પર ગર્વ છે અને તેણે બોડી શેમિંગને ઘણી જ હકારાત્મકતાથી લીધું હતું અને આ એક દુર્લભ વાત છે. અન્ય એક ચાહકે કહ્યું હતું કે તમારા વ્યક્તિત્વની પરિભાષા હંમેશા તમારા વિચાર તથા તમારા જીવન પર આધારિત હોવી જોઈએ. તમારે તેને ક્યારેય બીજા પાસેથી ઉધાર કે બીજા દ્વારા નિર્ધારિત કરવી જોઈએ નહીં.
20 ડિસેમ્બરે ‘દબંગ 3’ રિલીઝ થશે
સોનાક્ષી સિંહા તથા સલમાન ખાનની ‘દબંગ 3’ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તે રજ્જોનો રોલ પ્લે કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.