સેલેબ લાઈફ / 'વિરાસત' ફૅમ પૂજા બત્રાએ નવાબ શાહ સાથે જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કર્યાની ચર્ચા

bollywood actress Pooja Batra married Nawab Shah in Jammu and Kashmir
X
bollywood actress Pooja Batra married Nawab Shah in Jammu and Kashmir

Divyabhaskar.com

Jul 11, 2019, 05:49 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બત્રાએ બોલિવૂડ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. ગયા મહિને બંનેએ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો હતો. થોડાં સમય પહેલાં જ નવાબ શાહે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં નવાબ શાહનો હાથ તથા પૂજા બત્રાનો હાથ જોવા મળે છે. પૂજા બત્રાના હાથમાં લગ્નચૂડો અને નવાબની આંગળીમાં વેડિંગ રિંગ છે. જેને લઈને એમ માનવામાં આવી રહ્યું છે કે આ બંનેએ જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કર્યાં છે. જોકે, નવાબ શાહ અને પૂજા બત્રાએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A story you can make a movie on ❤️🦋🥂🤪🎬🎥

A post shared by Nawab Shah (@nawwabshah) on

ગયા મહિને સંબંધોનો સ્વીકાર કર્યો

1. નવાબ શાહે કહ્યું, 46 વર્ષે પાર્ટનર મળી

પાંચ જૂનના રોજ ઈદ પર નવાબ શાહે પૂજા બત્રાનો હાથ પકડ્યો હોય તેવી એક તસવીર શૅર કરી હતી. સાથે કેપ્શન આપ્યું હતું, 'મને પાર્ટનર મળતા 46 વર્ષ જેટલો સમય લાગ્યો. ઈદ મુબારક બધાને...' ઈદ બાદ નવાબે પૂજા સાથેની ઘણી તસવીરો શૅર કરી હતી.

2. પૂજાના આ બીજા લગ્ન

પૂર્વ મિસ ઈન્ડિયા પૂજા બત્રાએ વર્ષ 2002માં ડો. સોનુ એસ આહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તે લોસ એન્જલ્સ જતી રહી હતી. જોકે, લગ્નના નવ વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લીધા હતાં. ડિવોર્સ બાદ પૂજા ભારત પરત ફરી હતી. પૂજાએ 'વિરાસત', 'ભાઈ', 'ફર્ઝ', 'હસીના માન જાયેંગી', 'નાયક' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. છેલ્લાં થોડાં સમયથી પૂજા બોલિવૂડથી દૂર છે.

3. નવાબ શાહ ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક સાથે લગ્ન કરવાનો હતો

ટીવી સિરિયલ 'એફઆઈઆર' ફૅમ કવિતા કૌશિક તથા નવાબ શાહ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં અને બંને લગ્ન પણ કરવાના હતાં. કવિતા પ્રેમી નવાબ કરતાં 9 વર્ષ નાની હતી. આ સિવાય કવિતા હિંદુ તથા નવાબ શાહ મુસ્લિમ છે. કવિતા કૌશિકના પિતાને દીકરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે તે વાત મંજૂર નહોતી અને આ જ કારણથી બંને વચ્ચેના સંબંધોને અંત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે  નવાબ શાહ અનેક બિગ ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યો છે. તે સલમાનની 'બોડીગાર્ડ'માં વિલન તરીકે જોવા મળ્યો હતો. આ સિવાય નવાબ 'ડોન 2, 'ભાગ મિલ્ખા ભાગ', 'દિલવાલે', 'ટાઈગર જિંદા હૈં' જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળ્યો હતો. હવે, તે 'પાનીપત' તથા 'દબંગ 3'માં જોવા મળશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી