તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bollywood Actress Kangana Ranaut's Sister Rangoli Chandel Takes A Dig At Priyanka Chopra Over Her Tweet On Greta Thunberg

પ્રિયંકા ચોપરાની ક્લાઈમેટ ચેન્જ પરની ટ્વીટને કંગનાની બહેન રંગોલીએ આડે હાથ લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ થોડા દિવસ પહેલાં 16 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે યુએન ક્લાઈમેટ એક્શન સમિટમાં સ્પીચ આપી હતી, જે દુનિયાભરમાં વાયરલ થઈ હતી. આ ટીનએજ ગર્લે દુનિયા તથા ક્લાઈમેટ અંગે સવાલો ઉઠાવ્યા હતાં અને ક્લાઈમેટ ચેન્જને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રેટાની સ્પીચથી અનેક લોકો પ્રભાવિત થયા હતાં અને તેની આ સ્પીચ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. પ્રિયંકાએ પણ આ સ્પીચ શૅર કરી હતી પરંતુ કંગનાની બહેન રંગોલીએ તેને ખરું-ખોટું સંભળાવ્યું હતું. 

શું કહ્યું રંગોલીએ?
કંગનાની બહેન રંગોલીએ ટ્વિટર પર પ્રિયંકાની ટ્વીટનો જવાબ આપીને તેની પર કટાક્ષ કર્યો હતો. રંગોલીએ કહ્યું હતું, પ્રિય પીસી, તું ભારત પરત આવી તે જોઈને સારું લાગ્યું. હા, આ યુવતી ઘણું જ સારું કામ કરી રહી છે પરંતુ આપણાં દેશમાં પણ ઘણાં જ લોકો તન-મન-ધનથી પર્યાવરણ માટે કામ કરી રહ્યાં છે. માત્ર લેક્ચર જ નથી આપતા પરિણામ પણ લાવે છે. તેમના માટે પણ ક્યારેક બે શબ્દો બોલવા જોઈએ..સારું લાગે.

શું કહ્યું હતું પ્રિયંકાએ?
પ્રિયંકા ચોપરાએ ગ્રેટાની સ્પીચ ટ્વિટર પર શૅર કરી હતી અને કહ્યું હતું, આભાર ગ્રેટા થનબર્ગ, અમારા તમામના ચહેરા પર થપ્પડ મારવા બદલ. તમારી પેઢીને એક સાથે લાવીને અમને એ બતાવવામાં કે અમારે આને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. સૌથી નાજુક વસ્તુઓને બચાવવા માટે વધુ કામ કરવાની જરૂર છે. આપણને બધાને આની જરૂર છે. અંતે, આપણી પાસે આ એક માત્ર ગ્રહ છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ઉપરાંત આલિયા ભટ્ટ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વરુણ ધવન સહિતના સેલેબ્સે ગ્રેટા થનબર્ગની સ્પીચ શૅર કરી હતી. 

કોણ છે ગ્રેટા?
સ્વિડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને ‘રાઈટ લાઈવલીહુડ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે. ગ્રેટા થનબર્ગે વૈશ્વિક નેતોઓને ખુલ્લી ચેતવણી આપતા કહ્યુ હતું કે જો જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વિશ્વના નેતાઓ નિષ્ફળ રહેશે તો યુવા પેઢી તેમને ક્યારેય માફ નહીં કરે. આ વર્ષે માર્ચમાં ગ્રેટાને નોબેલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. જો ડિસેમ્બરમાં આ એવોર્ડ ગ્રેટાને મળે છે તો તે આ એવોર્ડ મેળવનારી સૌથી યુવા વ્યક્તિ હશે.