તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ મહિના બાદ કલ્કીએ પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો, ડિલિવરી વોટર બર્થ દ્વારા કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વેબસીરિઝ ‘સેક્રેડ ગેમ્સ 2’માં જોવા મળેલી એક્ટ્રેસ કલ્કિ કેકલાં હાલમાં પ્રેગ્નન્ટ છે. કલ્કીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે બોયફ્રેન્ડ ગાઈ હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે અને તેને પાંચ મહિના થઈ ગયા છે. તે ગોવામાં બાળકને જન્મ આપશે અને તે માટે વોટર બર્થની હેલ્પ લેશે.

મન તથા વિચાર પણ બદલાઈ ગયા
પ્રેગ્નન્સીને કારણે પોતાનામાં આવેલા ફેરફાર પર કલ્કીએ કહ્યું હતું કે તે પહેલાં કરતાં વધુ શાંત થઈ ગઈ છે. કામ ચાલુ રાખશે કે નહીં? તેના જવાબમાં કલ્કીએ કહ્યું હતું કે તે હવે એવું જ કામ કરશે, જેમાં તેને બાળકની દેખભાળ રાખવામાં મદદ મળે. હાલમાં તેની પ્રાથમિકતા માત્ર બાળકની છે. 

બાળકનું નામ જેન્ડર નક્કી કરશે નહીં
કલ્કીએ પોતાના બાળકના નામ પર પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાના બાળકનું એવું નામ રાખશે, જે જેન્ડર ડિફાઈન કરશે નહીં. તેને પૂરી આઝાદી મળશે. 

કલ્કીનો બોયફ્રેન્ડ પેઈન્ટર છે
ગાઈ હર્શબર્ગ ઈઝરાયલનો છે અને તે ક્લાસિકલ પેઈન્ટિંગ બનાવે છે. કલ્કીએ પહેલાં લગ્ન ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે કર્યાં હતાં. જોકે, વર્ષ 2015મા બંનેના ડિવોર્સ થઈ ગયા હતાં. ડિવોર્સ બાદ પણ બંને ઘણાં જ સારા મિત્રો છે. 

લગ્ન પહેલાં આ એક્ટ્રેસિસ પ્રેગ્નન્ટ થઈ
કલ્કી ઉપરાંત કોંકણા સેન શર્મા, અર્જુન રામપાલની પ્રેમિકા ગૈબ્રિએલા, નીના ગુપ્તા, લીઝા હેડન, એમી જેક્સન તથા બ્રુના અબ્દુલ્હા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થયા હતાં. 

અન્ય સમાચારો પણ છે...