દુઃખદ / ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનાં અંતિમ સંસ્કારમાં સની દેઓલ આવ્યો

ડિમ્પલ કાપડિયા, સની દેઓલ-અક્ષય કુમાર
ડિમ્પલ કાપડિયા, સની દેઓલ-અક્ષય કુમાર
બેટ્ટી કાપડિયાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને છેલ્લાં કેટલાંક સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં
બેટ્ટી કાપડિયાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને છેલ્લાં કેટલાંક સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં
અક્ષય કુમારે સ્વ. બેટ્ટી કાપડિયાને કાંધ આપી હતી
અક્ષય કુમારે સ્વ. બેટ્ટી કાપડિયાને કાંધ આપી હતી
ડાબે, ડિમ્પલ કાપડિયા નાની દીકરી રિંકી સાથે, ટ્વિંકલ ખન્ના કઝિન કરન કાપડિયા સાથે
ડાબે, ડિમ્પલ કાપડિયા નાની દીકરી રિંકી સાથે, ટ્વિંકલ ખન્ના કઝિન કરન કાપડિયા સાથે
રીષિ કપૂર પણ બેટ્ટી કાપડિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો
રીષિ કપૂર પણ બેટ્ટી કાપડિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો
સની દેઓલે અંતિમ સંસ્કાર દરમિયાન અક્ષય કુમારને સાંત્વના પાઠવી હતી
સની દેઓલે અંતિમ સંસ્કાર દરમિયાન અક્ષય કુમારને સાંત્વના પાઠવી હતી
શનિવારે જ્યારે બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર મળ્યાં ત્યારે અક્ષય-ટ્વિંકલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં
શનિવારે જ્યારે બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર મળ્યાં ત્યારે અક્ષય-ટ્વિંકલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં

Divyabhaskar.com

Dec 01, 2019, 02:19 PM IST

મુંબઈઃ ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની ઉંમરે હિંદુજા હોસ્પિટલમાં શનિવારે (30 નવેમ્બર) નિધન થયું હતું. બીજા દિવસે એટલે કે પહેલી ડિસેમ્બરે બેટ્ટી કાપડિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં અક્ષય કુમાર, ડિમ્પલ કાપડિયા, ટ્વિંકલ ખન્ના, રિંકી ખન્ના સહિતના પરિવારજનો આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં સની દેઓલ પણ આવ્યો હતો. સની દેઓલે અક્ષય કુમારને સાંત્વના આપ્યું હતું. ઉલ્લેખીનીય છે કે બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર મળતાં જ અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના તથા પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ આવ્યાં હતાં.

ડિમ્પલ-સની દેઓલ વચ્ચે ખાસ સંબંધ
સની દેઓલના સંબંધો ડિમ્પલ કાપડિયા સાથે હોવાનું ચર્ચાય છે. 1982મા ડિમ્પલ કાપડિયા પતિ રાજેશ ખન્નાથી અલગ થઈ હતી. પતિથી અલગ થયા બાદ ડિમ્પલ તથા સની એકબીજાની નિકટ આવ્યાં હતાં. સૂત્રોના મતે, પરિણીત હોવા છતાંય સની દેઓલ તથા ડિમ્પલ લિવ-ઈનમાં રહેતાં હતાં. બંનેએ પોતાના સંબંધો છુપાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. 2017માં સપ્ટેમ્બર મહિનામાં લંડનના એક બસસ્ટેન્ડ પર ડિમ્પલ તથા સની હાથોમાં હાથ નાખીને બેઠાં હતાં અને સોશિયલ મીડિયામાં આ તસવીર ઘણી જ વાયરલ થઈ હતી. ડિમ્પલ કાપડિયાની બહેન સિમ્પલ કાપડિયાનો દીકરો કરન કાપડિયા 'બ્લેન્ક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મમાં સની દેઓલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

હાલમાં જ બેટ્ટી કાપડિયાએ 80મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો
બેટ્ટી કાપડિયાએ હાલમાં જ પરિવાર તથા મિત્રો સાથે 80મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ટ્વિંકલ ખન્નાએ નાનીના જન્મદિવસની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

બેટ્ટી કાપડિયાએ ગુજરાતી વેપારી સાથે લગ્ન કર્યાં હતાં
બેટ્ટી કાપડિયાએ ગુજરાતી વેપારી ચુન્નીભાઈ કાપડિયા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને ચાર સંતાનો છે, જેમાં ત્રણ દીકરી તથા એક દીકરો છે. તેમની એક દીકરી સિમ્પલ કાપડિયાનું નિધન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિમ્પલ કાપડિયા, રીમ કાપડિયા તથા દીકરો મુન્ના છે.

X
ડિમ્પલ કાપડિયા, સની દેઓલ-અક્ષય કુમારડિમ્પલ કાપડિયા, સની દેઓલ-અક્ષય કુમાર
બેટ્ટી કાપડિયાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને છેલ્લાં કેટલાંક સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાંબેટ્ટી કાપડિયાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને છેલ્લાં કેટલાંક સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં
અક્ષય કુમારે સ્વ. બેટ્ટી કાપડિયાને કાંધ આપી હતીઅક્ષય કુમારે સ્વ. બેટ્ટી કાપડિયાને કાંધ આપી હતી
ડાબે, ડિમ્પલ કાપડિયા નાની દીકરી રિંકી સાથે, ટ્વિંકલ ખન્ના કઝિન કરન કાપડિયા સાથેડાબે, ડિમ્પલ કાપડિયા નાની દીકરી રિંકી સાથે, ટ્વિંકલ ખન્ના કઝિન કરન કાપડિયા સાથે
રીષિ કપૂર પણ બેટ્ટી કાપડિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતોરીષિ કપૂર પણ બેટ્ટી કાપડિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો
સની દેઓલે અંતિમ સંસ્કાર દરમિયાન અક્ષય કુમારને સાંત્વના પાઠવી હતીસની દેઓલે અંતિમ સંસ્કાર દરમિયાન અક્ષય કુમારને સાંત્વના પાઠવી હતી
શનિવારે જ્યારે બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર મળ્યાં ત્યારે અક્ષય-ટ્વિંકલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાંશનિવારે જ્યારે બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર મળ્યાં ત્યારે અક્ષય-ટ્વિંકલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી