• Gujarati News
  • National
  • Bollywood Actor Hrithik Roshan On Sunaina's Relationship With Muslim Guy: Religion Is Not Even A Thing In My Family

બહેન સુનૈનાના વિવાદ પર રીતિકે કહ્યું, મારા ઘરમાં ધર્મ જેવી બાબતને ક્યારેય મહત્ત્વ આપવામાં આવ્યું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રીતિક રોશન લાંબા સમયથી વિવાદને કારણે ચર્ચામાં છે. રીતિક રોશનનો પરિવાર હાલમાં સુનૈનાને કારણે મુશ્કેલીમાં છે. કંગના બાદ હવે, સુનૈનાએ પોતાના પરિવાર પર આરોપો મૂક્યા છે. જોકે, રીતિકે પહેલી જ વાર બહેનને લઈ વાત કરી છે.

ધર્મ અમારા પરિવારમાં કોઈ મુદ્દો જ નથી
ફિલ્મ 'સુપર 30'ના પ્રમોશન દરમિયાન રીતિકે કહ્યું હતું, 'આ અમારા ઘરનો અંગત તથા સેન્સિટિવ મામલો છે. હાલના સમયે દીદીની જે પરિસ્થિતિ છે, તેવામા મારું કંઈ પણ બોલવું ઠીક નથી. આ એક એવી બાબત છે, જેમાંથી અનેક પરિવાર પસાર થઈ ચૂક્યા છે. આના પર અમે હેલ્પલેસ છીએ. જે થવાનું છે, તે જ થઈને રહેશે.' વધુમાં રીતિક રોશને કહ્યું હતું, 'અમારા પરિવારમાં ધર્મના આધારે લોકોને જજ કરવામાં આવતા નથી. મારા ઘરમાં ક્યારેય ધર્મને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું નથી.'

સુનૈનાએ માતા-પિતા પર ગંભીર આરોપો મૂક્યા હતાં
નોંધનીય છે કે થોડાં સમય પહેલાં જ સુનૈનાએ કહ્યું હતું, 'પરિવારે મારું જીવન નરક જેવું બનાવી દીધું છે. હું એક મુસ્લિમ યુવકને પ્રેમ કરું છું અને જ્યારે મેં મારા  પિતા રાકેશ રોશનને આ વાત કહી ત્યારે તેમણે મને તમાચો માર્યો હતો.' વધુમાં સુનૈનાએ એમ પણ કહ્યું હતું કે તે આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે કંગના તથા રંગોલીની મદદ લેશે.

અન્ય સમાચારો પણ છે...