આભાર / બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પીએમ નરેન્દ્ર મોદીને ઓટોબાયોગ્રાફી ગિફ્ટમાં આપી

Bollywood actor Anupam Kher ુgifted PM Narendra Modi his autobiography
X
Bollywood actor Anupam Kher ુgifted PM Narendra Modi his autobiography

Divyabhaskar.com

Aug 14, 2019, 11:19 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે પીએમ નરેન્દ્ર મોદીને પોતાની ઓટોબાયોગ્રાફી ‘લેશન લાઈફ ટોટ મી અનનોઈંગલિ’ ગિફ્ટ કરી હતી. અનુપમ ખેરે આ પ્રસંગની તસવીરો પણ ટ્વિટર પર શૅર કરી હતી. અનુપમ ખેરે ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.

અનુપમ ખેર તથા પીએમ મોદીએ શું કહ્યું?

1. ટ્વીટમાં શું કહ્યું અનુપમ ખેરે?

અનુપમ ખેરે ટ્વીટમાં કહ્યું હતું, ‘સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, મારી ઓટોબાયોગ્રાફીનું કવર તમારી સાથે શૅર કરીને મને ઘણો જ આનંદ થાય છે. તમે અમારા જેવા લાખો લોકોને દેશ માટે પોતાનું બેસ્ટ આપવાની પ્રેરણા આપી છે. તે તમામ માટે આભાર. જય હો તથા જય હિંદ...’

 

2. પીએમ મોદીએ શું જવાબ આપ્યો?

અનુપમ ખેરની ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું, ‘જાણતાં અથવા તો અજાણતામાં આપણે બંને પાસે એવું ઘણું બધું છે, જે આપણે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. પોતાને શિક્ષિત કરવાની પ્રક્રિયા ક્યારેય પૂરી કરવી જોઈએ નહીં. આપણે તમામ નવી વસ્તુઓ શીખીએ છીએ અને યાદ કરીએ છીએ. તમારા પુસ્તક માટે શુભેચ્છા. મને આશા છે કે લોકોને તમારા અનુભવો વાંચીને મજા આવશે.’

 

3. અનુપમ ખેરે પીએમ મોદીની ટ્વીટનો જવાબ આપ્યો

પીએમ મોદીના રિએક્શન બાદ અનુપમ ખેરે આભાર માનતા કહ્યું હતું, ‘તમારી શુભેચ્છા માટે આભાર પીએમ નરેન્દ્ર મોદીજી. હું વિનમ્ર તથા સન્માનીય થયાની લાગણી અનુભવી રહ્યો છું.’

 

4. ઓટોગ્રાફી ન્યૂયોર્કમાં લોન્ચ કરી હતી

નોંધનીય છે કે ન્યૂયોર્કમાં એક સ્પેશિયલ ઈવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં કોન્સ્યુલટ જનરલ ઓફ ઈન્ડિયા હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત રીષિ કપૂર, નીતુ સિંહ તથા અનુપમ ખેરના ક્લોઝ ફ્રેન્ડ્સ આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અનુપમ ખેરના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે. આજે તેઓ બોલિવૂડના મોસ્ટ ટેલેન્ટેડ તથા વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે. થોડાં સમય પહેલાં જ તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે તેમની બાયોપિક ફિલ્મ બને તો તે બ્લોકબસ્ટર સાબિત થશે પરંતુ તેમણે આ અંગે વિચાર્યું નથી. તેમને લાગે છે કે બાયોપિક પ્રેરણાદાયી હોવી જોઈએ અને તેમનું જીવન ડ્રામાથી ભરપૂર છે. રોમાન્સ, કોમેડી, નિષ્ફળતા, પ્રેરણા, સફળતા તથા નિષ્ફળતા બાદ સફળતા તેમને મળી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી