તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ પર કેન્દ્રિત ઘણી ફિલ્મો લાઈનમાં, 26 કરોડ રૂપિયા ફી સાથે દીપિકા સૌથી મોંઘી એક્ટ્રેસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: થોડા સમય પહેલાં જ બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને કહ્યું હતું કે હવે એ દિવસ દૂર નથી જ્યારે મહિલા પ્રધાન ફિલ્મો 200થી 500 કરોડ સુધીનો બિઝનેસ કરશે. દેશમાં હવે મહિલા પ્રધાન ફિલ્મોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલ દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘છપાક’, આ સિવાય કંગના રનૌત સ્ટારર ‘પંગા’, વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’, પરિણીતી સ્ટારર સાયના નેહવાલની બાયોપિક જેવી ફિલ્મો રિલીઝ થવાની છે.


બીજી બાજુ ફિલ્મો માટે એક્ટ્રેસને મળતી ફીમાં પણ વધારો થયો છે. એક્સપર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે અંદાજે 26 કરોડ રૂપિયા ફી લે છે. ‘થલાઈવી’ ફિલ્મ માટે કંગના રનૌતે 25 કરોડ રૂપિયા ફી લીધી છે. ફિલ્મોના સ્ક્રિપ્ટ એડવાઈઝર સંજય માસુમનું કહેવું છે કે હવે એ જમાના ગયા જ્યાં ફિલ્મ માટે હીરો જ જોઈતો હતો. દરેક પ્રકારની ઓડિયન્સ છે. 
 
ફિલ્મ સુપરવાઇઝર કેતન જોશીએ જણાવ્યું કે ‘પિન્ક’, ‘મણિકર્ણિકા’ વગેરે જેવી ફિલ્મોએ મહિલાઓની ટ્રેડિશનલ ઇમેજને તોડી છે. ફિલ્મમેકર શાલિની ઠાકરેનું કહેવું છે કે તેઓ હિન્દીમાં વીમેન સેન્ટ્રિક ફિલ્મો બનાવવા ઈચ્છે છે અને બનાવશે. તેમનું કહેવું છે કે ‘લવ સોનિયા’ જેવી ફિલ્મોની સફળતાથી હિન્દીમાં આવી ફિલ્મો બનાવવા માટે તેમની હિંમત વધી ગઈ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો