શ્રદ્ધાંજલિ / બિગ બીએ વેલેન્ટાઈન ડેના દિવસે ચાહકોને પુલવામા હુમલો યાદ કરાવીને કહ્યું, આજે જેમણે જીવ ગુમાવ્યો તેમના વિશે વિચારજો

Big B reminded fans of the Pulwama attack on Valentine's Day, think of those who lost their lives today

Divyabhaskar.com

Feb 14, 2020, 03:27 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યાં હતાં. અમિતાભે ચાહકોને આ વાત યાદ અપાવી હતી અને કહ્યું હતું કે પ્રેમ તો રોજ સેલિબ્રેટ થવો જોઈએ પરંતુ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અચૂકથી આપવી જોઈએ.

બિગ બીએ શું ટ્વીટ કરી?
અમિતાભે ટ્વિટર પર ટ્વીટ કરી હતી, આજે વેલેન્ટાઈન ડે હોવાનું સંભળાય છે. તેઓ ફૂલો તથા દિલથી પ્રેમ, મોહબ્બત વ્યક્ત કરે છે. દિલ મોહબ્બતની વાતો તો રોજ થવી જોઈએ. એક જ દિવસ કેમ બનાવવામાં આવ્યો? આ તો અભિન્ન છે. એ વિચારો કે વર્ષ પહેલાં આ જ દિવસે પુલવામા હુમલામાં જે વીર શહીદ થયા તેમને શ્રદ્ધાથી નતમસ્તક થઈને આપણે આજે પ્રણામ કરીએ. તેમના પર આજે આપણે ફૂલો વરસાવીએ.

અમિતાભે અન્ય એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેઓ પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારને મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં અને અમિતાભે દરેક શહીદના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. આ રીતે તેમણે પુલવામા હુમલામાં 2 કરોડની મદદ જવાનોને કરી હતી.

નોંધનીય છે કે ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જમ્મુ-કાશ્મીર હાઈવે પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા.

X
Big B reminded fans of the Pulwama attack on Valentine's Day, think of those who lost their lives today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી