સ્વતંત્રતા દિવસ / ભારતી, અવિકા અને આદિત્યે બીએસએફના જવાનો સાથે સમય વિતાવ્યો, વાઘા બોર્ડર પર પરેડ જોયી

bharti singh and khatra khatra khatra show team met BSF

Divyabhaskar.com

Aug 13, 2019, 07:02 PM IST

બોલિવૂડ ડેસ્ક: 15 ઓગસ્ટ ગુરુવારના રોજ સ્વતંત્રતા દિવસ છે. આ નિમિત્તે ભારતી સિંહ તેના શો ‘ખતરા ખતરા ખતરા’ની ટીમ સાથે અમૃતસર પહોંચી હતી. ત્યાં તેઓએ બીએસએફના જવાનો સાથે સમય વિતાવ્યો. ભારતી સાથે તેનો પતિ હર્ષ, અવિકા અને આદિત્ય નારાયણ પણ હાજર હતાં. ‘ખતરા ખતરા ખતરા’ ટીવી શોમાં સેલિબ્રિટીઝ આવે છે અને ગેમ્સ રમે છે. તેમણે જવાનો સાથે પણ ઘણી ગેમ્સ રમી. સેલેબ્સે જવાનોના પરિવારની પણ મુલાકાત લીધી. ઉપરાંત તેઓ વાઘા બોર્ડર પર ગયા અને પરેડ પણ જોઈ. ભારતી, અવિકા અને આદિત્યએ ‘દિવ્ય ભાસ્કર એપ’ સાથે ખાસ વાતચીત કરી.

મને ખુશી છે કે હું તેમના ફેસ પર સ્માઈલ લાવી શકી: ભારતી સિંહ
ભારતીએ જણાવ્યું કે, ‘મને બીએસએફના જવાનો સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળ્યો. એટલું જ નહીં મેં તેમના પરિવાર સાથે પણ મુલાકાત લીધી. મને એ વાતનો સંતોષ છે કે હું તેમના ચહેરા પર સ્માઈલ લાવી શકી. અમારા જવાન નિસ્વાર્થ દેશની સેવા કરે છે અને આપણી રક્ષા કરે છે. મને તેમનાથી પ્રેરણા મળે છે. આજે જ્યારે તક મળી તેમની સાથે સમય વિતાવવાની ત્યારે સમજાણું કે લોકો તેમના પરિવારને છોડીને આપણી સુરક્ષા માટે કેટલી મહેનત કરે છે. મને આપણા જવાનો પર ગર્વ છે.’

નસીબદાર છું કે જવાનો સાથે સમય પસાર કરવા મળ્યો: અવિકા
અવિકા ગોરે જણાવ્યું કે, ‘હું પહેલીવાર વાઘા બોર્ડર ગઈ અને બીએસએફના જવાનોને મળી. મારાં દાદા ભારતીય વાયુ સેનાનો એક સમયે હિસ્સો હતાં અને તેઓ મને આપણી સેનાની અને સૈનિકોની વાતો કરતાં હતાં.મને આજેપણ યાદ છે કે તેઓ મને કહેતા કે જીવનમાં એકવાર તો લાઈવ પરેડ જોવી જ જોઈએ. પરેડ જોઈને ખૂબ સારું લાગી રહ્યું છે. મને બીએસએફના જવાનોને મળવાનો મોકો તો મળ્યો અને સાથેસાથે વિવિધ એક્ટિવિટીઝ કરવાનો પણ મોકો મળ્યો.’

મારી જાતને વધુ સુરક્ષિત અનુભવું છું: આદિત્ય
આદિત્ય નારાયણે તેનો અનુભવ શેર કરતા કહ્યું કે, ‘મારો આજનો અનુભવ એકદમ અલગ હતો. મેં ક્યારેય આવો અનુભવ નથી કર્યો. હું મારી જાતને ઘણો ભાગ્યશાળી માનું છું કે મને સ્વતંત્રતા દિવસના અવસરે જવાનો સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળ્યો. હું સેફ છું તેવી લાગણી સાથે ઘરે પરત ફરી રહ્યો છું કે આપણા દેશના જવાન આપણી સેવામાં હાજર છે.’

X
bharti singh and khatra khatra khatra show team met BSF
bharti singh and khatra khatra khatra show team met BSF
bharti singh and khatra khatra khatra show team met BSF
bharti singh and khatra khatra khatra show team met BSF
bharti singh and khatra khatra khatra show team met BSF
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી