તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘બેલ બોટમ’ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર લીડ રોલમાં દેખાશે, આવતા વર્ષે 2 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: વાણી કપૂર છેલ્લે ‘વોર’ ફિલ્મમાં હ્રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથે દેખાઈ હતી. તેની આગામી ફિલ્મ અક્ષય કુમાર સ્ટારર ‘બેલ બોટમ’ છે. ફિલ્મમાં તે અક્ષયની પત્નીના રોલમાં હશે. મેકર્સ હાલ તેના લુક ટેસ્ટ પર કામ કરી રહ્યા છે. અત્યારે તો કોરોના વાઇરસને કારણે ટ્રાવેલ રિસ્ટ્રિક્શન છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ ટીમ શૂટિંગ લોકેશન ફાઇનલ કરવાનું કામ શરૂ કરશે. 


આ ફિલ્મ 80ના દાયકામાં સેટ છે અને આ સ્ટોરી ભારતના જે ભૂલાઈ ગયેલ હીરોઝ છે તેમાંના એકની સ્ટોરી છે.  આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. આ સ્પાય થ્રિલર ફિલ્મને રણજિત તિવારી ડિરેક્ટ કરવાના છે. નિખિલ અડવાણી અને જેકી ભગનાની સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ‘બેલ બોટમ’ ફિલ્મ આવતા વર્ષે 2 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. 


વાણી કપૂર આ સિવાય રણબીર કપૂર સ્ટારર ‘શમશેરા’ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર પહેલીવાર ડબલ રોલમાં દેખાશે. આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં તે પિતા અને દિકરાનો રોલ પ્લે કરશે.

અન્ય સમાચારો પણ છે...